ગુજરાત

gujarat

ETV Bharat / state

કપરાડા પેટા ચૂંટણીઃ 17 જેટલા શેડો મતદાન મથક ઉપર નેટવર્ક નહીં મળતા વોકીટોકીનો ઉપયોગ કરાશે - કપરાડા પેટા ચૂંટણી

આવતીકાલે મંગળવારના રોજ કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. જે માટે 374 મતદાન મથકો ઉપર મતદાન થશે. આ મતદાન માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જો કે, કપરાડા વિસ્તારના એવા કેટલાક ગામો છે, જ્યાં નેટવર્કના અભાવના કારણે સંદેશા વ્યવહાર થઈ શકતો નથી. આ વિસ્તારમાં 17 જેટલા એવા ગામો વહીવટીતંત્રએ નક્કી કર્યા છે, જ્યાં આગળ નેટવર્કનો સંપૂર્ણપણે અભાવ છે અને ત્યાં પણ મતદાન મથકમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે પોલીસ વિભાગ અને જંગલ વિભાગના સહયોગથી વોકીટોકીનો ઉપયોગ કરી મતદાન કરાશે.

ETV BHARAT
કપરાડા વિધાનસભા બેઠક ઉપર 17 જેટલા શેડો મતદાન મથક ઉપર નેટવર્ક નહીં મળતા વોકિટોકીનો ઉપયોગ

By

Published : Nov 2, 2020, 4:27 PM IST

Updated : Nov 2, 2020, 5:10 PM IST

  • પ્રતિષ્ઠાની પેટા ચૂંટણીનો જંગ
  • 3 નવેમ્બરે રાજ્યની 8 બેઠકો માટે પેટા ચૂંટણી
  • કપરાડામાં 2,46,443 મતદારો

વલસાડઃ 3 નવેમ્બરના રોજ રાજ્યમાં ખાલી પડેલી 8 વિધાનસભાની બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીને લગતી તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વલસાડ જિલ્લાની કપરાડા બેઠકમાં યોજાનારી ચૂંટણીમાં 374 જેટલા મતદાન મથકો પર 2,46,443 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

EVM

સુરક્ષાત્મક મતદાન કરવા વિશેષ વ્યવસ્થા

કપરાડા વિધાનસભામાં કપરાડાના 374 જેટલા મતદાન મથકો આવેલા છે. જે પૈકી 17 એવા મતદાન મથકો છે, જ્યાં નેટવર્કનો સંપૂર્ણપણે અભાવ છે. જેથી આ વિસ્તારમાં સંદેશાની આપ-લે કરવી પણ મુશ્કેલ બને છે. આવા સમયે શાંતિપૂર્ણ અને સુરક્ષાત્મક રીતે મતદાન કરવામાટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

કપરાડા વિધાનસભા બેઠક

વોકીટોકી દ્વારા સંદેશા વ્યવહારની આપલે

કપરાડા વિધાનસભા બેઠકના 17 બૂથો ઉપર પોલીસ વિભાગ અને જંગલ વિભાગના સહયોગથી વોકીટોકીનો ઉપયોગ કરીને સુરક્ષાત્મક રીતે મતદાન કરવામાં આવશે. જેથી કરીને સંદેશા વ્યવહારની આપલે વોકીટોકી દ્વારા પણ થઈ શકે. આવા 17 મતદાન મથકોને શેડો મતદાન બૂથ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

કપરાડા વિધાનસભા બેઠક ઉપર 17 જેટલા શેડો મતદાન મથક ઉપર નેટવર્ક નહીં મળતા વોકિટોકીનો ઉપયોગ

શેડો મતદાન મથક

ક્રમ મતદાન મથકનું નામ મથકો
1 મોટી પલસણ 5
2 દહીંખેડ 2
3 બુરવડ 2
4 બોરપાડા 1
5 પાંચવેરા 2
6 ભુરવડ 1
7 ટીટુમાલ 1
8 ઘાડવી 1
9 ટુકવાડા 1
10 બિલિયા 1
Last Updated : Nov 2, 2020, 5:10 PM IST

ABOUT THE AUTHOR

...view details