ખેડૂતોના મતે આ વખતે કેરીનું ઉત્પાદન માત્ર 40 ટકા થશે વલસાડ : હવામાન વિભાગના અનુસાર આવેલા કમોસમી વરસાદે વલસાડ જિલ્લામાં આંબાવાડી ધરાવતા ખેડુતોને ભારે નુકશાન પહોચાડ્યું છે. ફ્લાવરિંગ સિઝન હોય તો કેટલાક સ્થળે નાની કેરીઓ પણ આંબે લાગેલી હોય અચાનક પવનના સુસવાટા સાથે આવેલા વરસાદે દરેક આંબા વાડીને ઘમરોળી નાખતા કેરીની મંજરીઓ સહિતનો પાક જમીન દોસ્ત થઈ ગયો છે. ખેડૂતોનું માનવું છે કે આ વર્ષનો કેરીનો ઉતારો માત્ર 40 ટકા જેટલો થઇ શકે છે.
કેરીઓના ત્રીજા ફાલને સૌથી વધુ નુકસાન કમોસમી વરસાદ વેરી બન્યો : સોમવારના રોજ બપોર બાદ વલસાડ જિલ્લાના ધરમપુર કપરડા વલસાડ પારડી ઉમરગામ જેવા પંથકોમાં વાતવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ તૂટી પડતા ખેતીવાડી પાકો સહિત આંબાવાડી ધરાવતા ખેડૂતોને ગંભીર નુકશાન પહોંચ્યું છે. અનેક સ્થળે વરસાદનું પાણી પડતા આંબે લાગેલી મંજરી વરસાદના પાણી પડતા જમીન દોસ્ત થયેલ જોવા માલી હતી. જેમાં નાની નાની કેરીઓ પણ મોટી સંખ્યામાં જમીન ઉપર પટકાઈ હતી જેને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
આવી રીતે પડી ગયેલી કેરીઓ જોઇ ખેડૂતોએ માથે હાથ દઇ દીધા વલસાડ જિલ્લાની હાફૂસ કેરીને સીધી અસર :ખેતીવાડી વિભાગના તાજજ્ઞોનું માનીએ તો વલસાડ જિલ્લો તેની આગવી એવી હાફૂસ કેરી માટે સમગ્ર વિશ્વમાં જાણીતો બન્યો છે. પરંતુ હાફૂસ કેરીને હવામાનની સીધી આસર પહોંચે છે. સામાન્ય વાદળ જેવું વાતવરણ હોય તો પણ તેના આંબે આવેલ મંજરીઓ કાળી થવા મંડે છે ત્યારે કમોસમી વરસાદે તો હાફૂસ માટે જાણે વિલન જ સાબિત થયો છે. ત્યારે હાફૂસ કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતોને વરસાદ થતાં રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો Unseasonal Rain: નવસારીમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા, કેરીના પાકને નુકસાનની વકી
વલસાડ પારડી ધરમપુર કપરાડા તાલુકામાં આંબાવાડીમાં મંજરી ખરી ગઈ : પારડી વલસાડ ધરમપુર કપરાડા તાલુકામાં મોટી આંબાવાડી ધરાવતા ખેડૂતો છે મબલખ ઉત્પાદન કરે છે. પરંતુ બપોર બાદ અચાનક વાતવરણમાં આવેલ પલટા બાદ વંટોળ સાથે થયેલ વરસાદ ને કારણે પવનના સુસવાટામાં કેરીના પાકમાં ને ભારે નુકશાન થયું હતું. અનેક વાડીઓમાં જાણે મંજરી અને નાની નાની કેરીઓના પથારા લાગ્યા હોય એમ નીચે પડેલ પાક જોઈ ખેડૂતો ગમગીન બની ગયા હતા. આખું વર્ષ મહેનત કર્યા બાદ વરસાદ જાણે વેરી બન્યો હતો.
60 ટકા નુકશાન : 60 ટકા કેરીના પાકને નુકશાન થયું હોવાનું ખેડૂતો માની રહ્યા છે અનેક ખેડૂતોના જણાવ્યા અનુસાર વલસાડ જિલ્લામાં બપોર બાદ આવી ચડેલ વરસાદે વંટોળ ને કારણે અનેક સ્થળે ખાનાખરાબી સર્જી હતી. એટલુંજ નહીં આંબાવાડીમાં કેરીઓ ખરી જતા ખેડૂતો જેના ઉપર વાર્ષિક આવક મેળવવા માટેની આશા રાખીને બેઠા હતા તે આશા ઉપર પાણી ફરી વળ્યું હતું. જેને કારણે કેરીના પાકને જાણે 60 ટકા નુકશાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
વરસાદી પાણી લાગતા હવે બચેલી મંજરી પણ કાળી થઈ ખરી જશે : ખેડૂતોની ચિંતા માવઠાએ વધારી છે એક દિવસ પડેલ વરસાદે ભારે ખાનાખરાબી સર્જી છે. તો બીજી તરફ જે મંજરી રહીસહી બાકી બચી છે એના ઉપર પણ વરસાદી પાણી અસર થઈ હોઇ એ પણ ત્રણથી ચાર દિવસમાં પાણીને કારણે ખરી જશે. સાથે સાથે જંતુઓ પણ મંજરીમાં પડવાની શક્યતાઓ નકારી શકાય નથી. ત્યારે ખેડૂતોને પડતા ઉપર પાટુ જેવી સ્થિતિ છે.
આ પણ વાંચો Unseasonal Rain: વરસાદે બગાડી હોળીની મજા, આયોજકો મૂંઝવણમાં
સમગ્ર વર્ષની માવજત બાદ કુદરતનો માર : વલસાડ જિલ્લાના ખેડૂતો માત્ર આંબાવાડી ઉપર નભે છે. સમગ્ર વર્ષનો ખર્ચ તે માત્ર કેરીઓના ઉત્પાદનને વેચીને કમાઈ લેતા હોય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી ખેડૂતો માટે કેરીનો પાક માત્ર નુકશાની લઈને આવ્યો છે. ગત વર્ષે પણ ફેબ્રુઆરી માસમાં કમોસમી વરસાદ થયો હતો. જ્યારે આ વર્ષે માર્ચ માસના આરંભે વરસાદ વેરી બન્યો છે. જેના કારણે મજૂરી,ખાતર રાસાયણિક દવાઓ માટે જે માવજતનો ખર્ચ ખેડૂત કરે છે. તેનું વળતર પણ ઉત્પાદનની ઉપજમાંથી થશે કે કેમ જેવો વિકટ પ્રશ્ન ખેડૂતો કરી રહ્યા છે.
સરકાર પાસે વળતરની માંગ : વલસાડ જિલ્લામાં આવેલ માવઠાના મારને કારણે ખેડૂતોની કમ્મર તોડી નાખી છે અનેક આંબાવાડીઓમાં કેરીઓ ખરી ગઈ છે. મંજરીઓ ખરી પડી છે અને હજુ ત્રણ દિવસ વરસાદ થવાની સાંભવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે હજુ પણ નુકશાની વધી શકે છે ત્યારે ખેડૂતોની માંગ છે કે સરકાર દક્ષિણ ગુજરાતના ખેડૂતોને નુક્શાનીનું વળતર આપે.
છેલ્લા ફાલમાં બેસલા મોરને ફૂગ અને થિફ્સ લાગી શકે છે : ખેતીવાડી વિભાગ અને બાગાયત વિભાગના હોર્ટીકલ્ચર વિભાગના ડેપ્યુટી ડાયરેકટર નિકુંજભાઈએ જણાવ્યું કે આ વર્ષ આંબાવડીમાં મોર આવ્યા છે જેમાં પ્રથમ ફાલમાં આવેલ કેરીઓ મોટી થઈ ચૂકી છે. તેને કોઈ વરસાદની અસર થશે નહીં. જ્યારે બીજા ફાલમાં આવેલ મંજરીઓમાં હાલમાં વટાણા જેટલી કેરી થઈ ચૂકી છે. જેને પણ વરસાદી પાણીની અસર નહીં થાય પણ વંટોળનો અસર થશે. જ્યારે ત્રીજા ફાલમાં જે 40 થી 50 ટકા જેટલી મંજરીઓ આવી હતી એને વરસાદને કારણે થિફ્સ અને ફૂગ લાગવાની સાંભવના વધી શકે છે. વળી જે માટે ટીમ નુકશાનીનો ક્યાસ કાઢવા કામે લાગી ચુકી છે. હાલ તો કમોસમી વરસાદને કારણે વલસાડ જિલ્લામાં પણ કેરીના પાકને 70 ટકાથી વધુ નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.