વલસાડ : હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આગામી ચાર દિવસમાં કમોસમી (Unseasonal Rain in Kaprada) વરસાદનો માહોલ વલસાડ જિલ્લામાં જોવા મળશે. જેના અનુલક્ષીને આજે કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે. જેને લઇ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો બીજી તરફ શાકભાજીની ખેતી કરતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. (Unseasonal Rain in Kaprada vegetables damage)
કપરાડામાં ધોધમાર વરસાદ વરસતા શાકભાજીને ભારે નુકસાન, ખેડૂતોમાં ચિતાનું મોજું - unseasonal rain vegetables Damage in Kaprada
કપરાડામાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં (Unseasonal Rain in Kaprada) ચિતાનું મોજું ફરી વળ્યું છે. કારણ કે, ખેતરમાં પકવેલા શાકભાજીને ભારે નુકસાન થયાની ભીતિ ખેડુતોમાં સેવાઈ રહી છે. (Unseasonal Rain in Kaprada vegetables damage)
બપોર બાદ વાતાવરણમાં આવ્યો પલટોહવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડ જિલ્લાના (Monsoon rains in Kaprada) મહારાષ્ટ્રની બોર્ડરને લગતા કેટલાક ગામોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે અને અચાનક વરસાદ તૂટી પડ્યો હતો. સતત એક કલાકથી કપરાડા વિસ્તારના અનેક ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. કમોસમી વરસાદને કારણે ડાંગરનો પાક ધરાવતા ખેડૂતોને નુકસાન છે. તો સાથે સાથે શાકભાજીના ખેતરોમાં ખેડૂતોને પણ ભારે નુકસાન વેચવાનું વારો આવ્યો છે. (Crop damage due rain in Kaprada)
આ પણ વાંચોરાજ્યમાં ઠંડીએ કર્યો પગપેસારો, લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો
ખેતરોમાં શાકભાજીની ખેતી કરનારા ખેડૂતોને નુકસાનકપરાડા તાલુકામાં નાંદા ગામ દાબખલ, લવકર, કરજુન જેવા અનેક ગામોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. જેના કારણે રીંગણ, ટામેટા, મરચા, દૂધી, કારેલા જેવા શાકભાજીના પાકો કરનારા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેતરોમાં દૂધી માટે ઉભા કરવામાં આવેલા મંડળો વરસાદને લઈને તૂટી પડ્યા છે. આમ અચાનક આવી પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોનેનુકસાન વહેરવાનું વારો આવ્યો છે. તેમજ હજુ આગામી બે દિવસ સુધી વધુ વરસાદ નોંધાશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે. જેને પગલે ખેડૂતો વધુ ચિંતિત બન્યા છે. (vegetables Cultivation in Kaprada)