વલસાડ: બાળકીઓનો આત્મવિશ્વાસ વધે, સ્વંય સુરક્ષિત બને માટે અનોખું આયોજન - valsad news
વલસાડ: વર્તમાન સમયમાં મહિલા પર વધી રહેલા અત્યાચાર સામે હાથમાં સંરક્ષણ અને આત્મવિશ્વાસ વધારવા માટે જાગૃતતા લાવવા વલસાડ જિલ્લાની એક સામાજિક સંસ્થાએ એક નવો અભિગમ અપનાવ્યો છે. વલસાડ જિલ્લાની સાત થી વધુ પ્રાથમિક સ્કૂલોમાં અભ્યાસ કરતી ધોરણ 5 થી 8ની વિદ્યાર્થીનીઓને હાલમાં જ પ્રસિદ્ધ થયેલી એક ફિલ્મ દર્શાવવામાં આવી છે.
વલસાડ જિલ્લાની એક સામાજિક સંસ્થા દ્વારા તેમના એક પ્રોજેક્ટ અનુસાર મહિલા સશક્તિકરણ અને વિદ્યાર્થીનીઓમાં આત્મ સંરક્ષણ અને આત્મવિશ્વાસ વધે તેવા હેતુથી હાલમાં જ પ્રસિદ્ધ થયેલી એક ફિલ્મ દર્શાવવા માટે સાત થી વધુ પ્રાથમિક સ્કૂલોની ધોરણ 5 થી 8ની વિદ્યાર્થીઓને વલસાડના સિનેમા થિયેટરમાં લઈ જવામાં આવી હતી. 540 જેટલી વિદ્યાર્થિનીઓએ ફિલ્મ જોવા થિયેટરમાં લઈ જવામાં આવ્યા હતા. સામાજિક સંસ્થાના પ્રમુખે જણાવ્યું કે, વર્તમાન સમયમાં વધી રહેલા મહિલાઓ પર અત્યાચાર દુષ્કર્મ અને શારીરિક શિક્ષણ જેવી ઘટનાઓને અટકાવવા માટે તેમજ વિદ્યાર્થીઓને પોતાની આત્મરક્ષા તેમજ આત્મવિશ્વાસ વધે તેવા હેતુથી આ ફિલ્મ બનાવાઇ હતી.