ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડના આ યુવાન સપ્તપદીના 7 અનોખા વચન સાથે કરશે લગ્ન - gujarati news

વલસાડઃ જિલ્લાના અંતરિયાળ ગામડામાં સમાજ સેવા કરતા એક ગાંધી વિચારધારા ધરાવતા યુવાન દ્વારા ધરમપુરના ખોબા ગામે શૈક્ષણિક સંસ્થાની સાથે સાથે અનેક સામાજિક પ્રવૃત્તિ તો આદરી જ છે સાથે જ આ યુવાન હવે પ્રભુતા પગલાં માંડવા જઈ રહ્યો છે, ત્યારે તેણે નક્કી કર્યું છે કે લગ્નમાં આવતી તમામ ભેટ સૌગાદને તે શૈક્ષણીક સંસ્થામાં દાન કરશે. એટલું જ નહીં સપ્તપદીના સાત ફેરા પતિએ પત્નીને આપવાના 7 વચનોની સાથે સાથે બંને યુગલો 7 એવા વચનો લેવા જઈ રહ્યા છે જે સમાજને ઉપયોગી રહેશે અને તેમના લગ્ન અન્ય લોકો માટે એક દીવાદાંડી રૂપ નીવડશે.

સ્પોટ ફોટો

By

Published : May 7, 2019, 10:31 AM IST

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામ એવા ખોબામાં ગાંધીવાદી વિચારધારા ધરાવતા તરવરિયા અને ઉત્સાહી યુવક નીલમ દ્વારા લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના 2002માં કરવામાં આવી હતી. તેમની આ સંસ્થા દ્વારા આદિવાસી વિસ્તારમાં અનેક બાળકોને શૈક્ષણિક રીતે પગભર કરવામાં આવી રહ્યા છે સાથે સાથે તેમના દ્વારા અનેક સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે.

સપ્તપદીના 7 અનોખા વચન સાથે કરશે લગ્ન

સમગ્ર વર્ષ દરમિયાન તેમની સંસ્થા દ્વારા જ્ઞાન મંગલમ, આરોગ્ય મંગલમ, જન મંગલમ, કૃષિ મંગલમ, વન મંગલમ, ગૃહ ઉદ્યોગ તેમજ પ્રેરણા શિબિર જેવા અનેક સમાજ ઉપયોગી કાર્યો થઇ રહ્યા છે. હવે આ યુવાન આગામી તારીખ 10 મેના રોજ પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યો છે પરંતુ, આ લગ્ન અન્ય લગ્ન કરતા ખૂબ અનોખા અને મહત્ત્વના રહેશે કારણ કે, સામાન્ય લગ્નમાં માત્ર પ્રભુતાના પગલાં માંડનાર દંપતી સપ્તપદીના સાત ફેરાના વચન લેતા હોય છે પરંતુ નીલમ અને વૈશાલી આ બંને સપ્તપદીના સાત ફેરાની સાથે સાત એવા વચનો લેવા જઈ રહ્યા છે જે સમાજ માટે લોકોની રાહ જોઈને એમ છે તો સાથે સાથે તેમના લગ્નમાં આવનારી આવક અને ભેટ સોગાદો તેઓ શૈક્ષણિક સંસ્થાને પગભર કરવા માટે દાનમાં આપશે એવી પણ જાહેરાત તેમણે કરી છે.

નીલમ ભાઈ અને વૈશાલીબેને ETV ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે, તેઓ સપ્તપદીના સાત ફેરા પૈકીના એવા વચનો લઇ રહ્યા છે જેમાં પર્યાવરણની જાળવણી તેમજ સમાજ ઉપયોગી કાર્યો તેઓ કરવા બંધાઈ રહ્યા છે આવો જોઈએ શું છે આ વચનો...

1. અમે બે એક થઈને સાદગીભર્યું અને કરકસરયુક્ત અને સમાજ સમર્પિત જીવન જીવીશું

2. અમે જળ જમીન અને જંગલ નું તન મન અને ધનથી જતન કરીશું

3. અમે દર વર્ષે પાંચ હજાર વૃક્ષોનું વાવેતર કરશું અને પર્યાવરણની જાળવણી કરવા પ્રયત્નશીલ રહેશુ

4. અમે સ્વચ્છતા ત્યાં પ્રભુતા ને જીવન મંત્ર બનાવશુ.

5. સમાજને વહેમ અંધશ્રદ્ધાથી વ્યસન અને દૂષણોથી મુક્ત કરવા જનજાગૃતિ હાથ ધરાશુ

6. બેટી બચાવો બેટી પઢાવો ઝુંબેશને ચરિતાર્થ કરશુ

7. ગાંધીવિચાર મૂલ્યોને પ્રચાર-પ્રસાર સાથે સમાજમાં શિક્ષણ આરોગ્યનું સ્તર બહેતર બનાવવા પ્રયત્નશીલ રહેશુ.

આમ સપ્તપદીના સાત ફેરા ની સાથે સાથે ઉપરના સાત જેટલા સંકલ્પો આગામી તારીખ 10 ના રોજ આ બંને નવદંપતી લેવા જઈ રહ્યા છે જે વલસાડ જિલ્લા માટે લગ્નનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડશે.

ABOUT THE AUTHOR

...view details