ગુજરાત

gujarat

ETV Bharat / state

કેન્દ્રીય પ્રધાને લીધી વલસાડમાં મુલાકાત કહ્યું દિલ્હી-પંજાબની સરકાર માત્ર જાહેરાત કરે છે - બુલેટ ટ્રેન યોજના

હાલ વલસાડ જીલ્લામાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન (Union Minister of Health and Family Welfare) ભરતી પ્રવીણ પવાર આજે મુલાકાત લીધી હતી. નવરાત્રી દરમિયાન ગરબા મહોત્સવમાં પણ હાજરી (Bharti Pawar visited Navratri Festival Valsad) આપી હતી. ગરબામાં ખેલૈયાઓ સાથે મન મુકીને ઝૂમ્યા હતા તેમણે દિલ્હી અને પંજાબ સરકાર ઉપર નિશાન સાધતા કહ્યું કે અનેક યોજનાઓની જાહેરાત કરી વાયદા કરી ડે છે, પરંતુ તે પૂર્ણ નહિ કરી શકતા કેન્દ્ર સરકાર પાસે મદદની વિનંતી કરે છે.

કેન્દ્રીય પ્રધાને લીધી વલસાડમાં મુલાકાત અને કહ્યું દિલ્હી અને પંજાબની સરકાર કરે છે માત્ર જાહેરાતો
કેન્દ્રીય પ્રધાને લીધી વલસાડમાં મુલાકાત અને કહ્યું દિલ્હી અને પંજાબની સરકાર કરે છે માત્ર જાહેરાતો

By

Published : Oct 3, 2022, 5:03 PM IST

વલસાડજિલ્લાની મુલાકાતે આવેલા કેન્દ્રીય આરોગ્ય અને પરીવાર કલ્યાણ (Union Minister of Health and Family Welfare) મંત્રાલયના પ્રધાન ભારતી પવારજીએ આજે કે ગુજરાતની પ્રજાએ ભાજપ દ્વારા કરવામાં આવેલા છેવાડા માનવીનો વિકાસ જોયો છે. તે ક્યારે પણ અન્ય લોકોની વાતમાં નહી આવે. ભલે પછી તે ફ્રીમાં આપવાના વાયદા હોય ગુજરાતમાં તો કમળ જ ખીલશે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પ્રધાને વલસાડની મુલાકાત દરમ્યાન કેજરીવાલ ઉપર તાક્યું નિશાન

માત્ર જાહેરાતોથી વાયદા પુરા નથી થતાઆરોગ્ય પરિવાર કલ્યાણ પ્રધાને આમ આદમી પાર્ટીના નામ લીધા વિના જણાવ્યું કે દિલ્હી અને પંજાબની સરકાર માત્ર જાહેરાતો કરે છે, પરંતુ વાયદા પુરા ના થઇ શકતા તેઓ કેન્દ્રની મદદ માટે વિંનંતી કરી રહ્યા છે. જે બાબત જ દર્શાવી આપે છે કે, વાયદા કરવાથી માત્ર બધું શરુ થઇ જતું નથી. એના માટે સ્થાનિક અને ગ્રાઉન્ડ લેવલના લોકોની સમસ્યા (Local people problems) જાણવી પડે છે.

વડાપ્રધાન કરેલો વિકાસ ગુજરાતની જનતાએ જોયાગુજરાતમાં થયેલા સર્વાંગી વિકાસ કર્યો જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની થયા છે. જેને ગુજરાતની જનતા ભૂલી નથી. એ પછી રોડ રસ્તા હોય સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam) હોય કે પછી બુલેટ ટ્રેન જેવી યોજનાઓ (Bullet Train Scheme) તમામ જનતાની સુખાકારીમાં વધારો કર્યો છે. ત્યારે ગુજરાતની જનતા મોદીજીના વિકાસ કર્યાથી વંચિત નથી.

ભારતી પાવરજી ખેલૈયાઓએ સાથે ગરબે ઝૂમ્યાવલસાડ ખાતે આંજે સાંજે આવી પહોંચેલા કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પ્રધાન ભારતી પાવરજીએ હાલમાં ચાલી રહેલા ગુજરાતની ગૌરવ અને અસ્મિતા સમાં માતાજીની આરધના પર્વ એટલે ગરબા અને વલસાડની મુલાકાતે આવેલા પ્રધાન પણ ગરબા રમતા ખુદને રોકી શક્યા નહી. ખલૈયા સાથે ગરબામાં ઝૂમ્યા હતા. માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. આજે તેમણે વલસાડના ધરમપુર મેરેજ હોલ (Dharampur Marriage Hall Valsad) ખાતે ભાજપ હોદેદારો સાથે વિશેષ બેઠક કરી હતી અને અગામી ચુંટણી લક્ષી વિશેષ સૂચનો કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details