ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં કાર ચાલક પર હુમલો, પોલીસની તપાસમાં CCTV બંધ હાલતમાં જોવા મળ્યા

વાપી GIDC વિસ્તારમાં એક કારચાલક પર અજાણ્યા ઈસમોએ હુમલો કરી ગાડીના કાચની તોડફોડ કરી હતી. સમગ્ર મામલે ફરિયાદીએ GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ અજાણ્યા ઇસમોની ઓળખ માટે પોલીસે ઘટનાની જગ્યાએ CCTV કેમેરા ચેક કરતા મોટાભાગના કેમેરા જ બંધ નીકળ્યા હતાં.

Vapi news
Vapi news

By

Published : Nov 10, 2020, 2:27 PM IST

  • વાપીમાં અજાણ્યા બાઇક ચાલકોએ કાર ચાલક પર કર્યો હુમલો
  • બેઝબોલ-લાકડાથી કારના કાચ તોડી ફરાર થયા
  • પોલીસની તપાસમાં આસપાસના CCTV બંધ હાલતમાં મળ્યા

વાપીઃ વાપી GIDC વિસ્તારમાં ખેરાની પેપર મિલથી ગાયત્રી પેપર મિલમા જતા કાર ચાલક રમેશ જોષીને ધમધમતા માર્ગ પર અજાણ્યા બાઇક સવારે અટકાવ્યા હતાં. અને કારચાલક કઇં સમજે તે પહેલાં જ કારના કાચ પર બેઝબોલ, લાકડાથી તોડફોડ કરી હતી.

GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધી

અચાનક બનેલી ઘટનામાં કાર ચાલકે અજાણ્યા ઇસમોનો પ્રતિકાર કરતા આખરે ગભરાયેલા ઈસમો નાસી છૂટ્યા હતાં. જો કે કારમાં શા માટે તોડફોડ કરી અને બંને ઈસમો કોણ હતા તે અંગે ભોગ બનનાર અજાણ ઈસમો વિરુદ્ધ વાપી GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

વાપીમાં કાર ચાલક પર હુમલો

CCTVની બંધ હાલતમાં

તો ફરિયાદ નોંધાયા બાદ પોલીસ તપાસમાં વધુ એક ભાંડો ફૂટ્યો હતો કે જે વિસ્તારમાં આ ઘટના ઘટી હતી તે વિસ્તારના CCTV જ બંધ હાલતમાં હતાં. પોલીસે અજાણ્યા ઇસમોની ઓળખ માટે CCTV તપાસી ઇસમોને પકડવાની અપેક્ષા સેવી હતી. પરંતુ તપાસમાં મોટાભાગના CCTV બંધ હાલતમાં હતાં.

ABOUT THE AUTHOR

...view details