ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ: ઉમરગામના PI સસ્પેન્ડ, રેલવેમાં GRPF જવાન સસ્પેન્ડ, 2ની બદલી

વાપી: વલસાડ જિલ્લામાં દારૂની હેરાફેરીને રોકવામાં કાચા પડેલા ઉમરગામ પોલીસ મથકના PI (પોલીસ ઇન્સ્પેક્ટર)ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતા. બે દિવસમાં દારૂના પ્રકરણમાં રેલવે GRPFના પણ એક જવાનને સસ્પેન્ડ અને 2 જવાનને અન્ય સ્થળે બદલી કરી દેતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ હતી.

etv bharat

By

Published : Nov 20, 2019, 10:21 PM IST

વલસાડ જિલ્લો દમણિયા દારૂનું પ્રવેશ દ્વાર બન્યું છે. દારૂની હેરાફેરી રોકવામાં નિષ્ફળ રહેનાર પોલીસ જવાનો પર તવાઈ ઉતરતા જિલ્લાના બે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ અને બે કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી હતી.

આ અંગે મળતી વિગતો મુજબ વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પી. એમ. પરમાર પર દારૂ પ્રકરણમાં તપાસ કરતા હતા. જે બાદ DG દ્વારા સસ્પેન્ડ કર્યા હોવાની વિગતો સામે આવી હતી. ઉમરગામ પોલીસ મથક વિસ્તારમાં થોડા દિવસ પહેલા સ્ટેટ વિજિલન્સ દ્વારા રેઇડ કરી દારૂના અડ્ડાઓ શોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ પ્રકરણમાં ઉમરગામના પોલીસ ઇન્સ્પેકટરને DGના આદેશ બાદ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

વલસાડ જિલ્લામાં ઉમરગામના PI સસ્પેન્ડ, રેલવેમાં GRPF જવાન સસ્પેન્ડ, 2ની બદલી

ઉમરગામ પોલીસ મથકના PI પી. એમ. પરમારને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામા ચકચાર મચી ગઇ હતી. ચાર દિવસ અગાઉ વિજિલન્સ ટીમે ઉમરગામ વિસ્તારમાંથી દોઢ લાખનો દારૂ પકડ્યો હતો. જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. એવી જ રીતે રેલવે વિભાગમાં પણ ફરજ બજાવતા એક GRPF કોન્સ્ટેબલને સસ્પેન્ડ અને બે કોન્સ્ટેબલની બદલી કરી દેવામાં આવી હતી.


4 દિવસ પહેલા દાદર બિકાનેર ટ્રેનમાં મુસાફરો અને દારૂ વાળા વચ્ચે બબાલ થઈ હતી. જે બાદ ગાંધીનગર વિજિલન્સ હરકતમાં આવી હતી. જેમાં ઉદવાડા સ્ટેશન નજીકથી દારૂ પકડતા ફરજમાં બેદરકારી દાખવનાર વાપી GRPFના કોન્સ્ટેબલ પરશુભાઇ રઘલાભાઇને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. જ્યારે વિક્રમસિંહ વજેસિંહને ગોધરા અને નરેશભાઈ બચુભાઈને દાહોદ બદલી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં અવારનવાર દારૂના પ્રકરણમાં પોલીસ કર્મચારીઓને બુટલેગરોને છાવરવામાં સસ્પેન્ડ અથવા તો બદલી કરી દેવામાં આવ્યા છે. તેમ છતાં પોલીસ અને બુટલેગરોની જુગલજોડી વારંવાર ગુજરાતમાં દારૂ ઠાલવી કાળી કમાણી છોડતી નથી. ત્યારે આ વખતે બે જ દિવસમાં 4 પોલીસ કર્મચારીઓ પર દારૂને કારણે ઉતરેલી તવાઈથી પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ હતી.

ABOUT THE AUTHOR

...view details