ગુજરાત

gujarat

ETV Bharat / state

નારગોલના માલવણ બીચ ખાતે મૃત ડોલ્ફિન મળી, આ બીચ ડોલ્ફિનનો આવાસ હોવાનું ફરી સાબિત થયું - nargol beach

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાનાં નારગોલ ગામના રમણીય માલવણ બીચ ખાતે દરિયાઇ ભરતીના પાણીમાં સાત ફૂટ જેટલી લાંબી મૃત ડોલ્ફીન માછલી કિનારે તણાઇ આવી હતી. ડોલ્ફિનના મૃતદેહને વનવિભાગે કબ્જે કરી તેની અંતિમ વિધિ કરી હતી. ત્યારે જે બીચ પ્રત્યે પ્રવાસન વિભાગ ઓરમાયું વર્તન દાખવતું આવ્યું છે તે દરિયાઈ વિસ્તાર ડોલ્ફિનનો આવાસ હોવાનું વધુ એકવાર સાબિત થયું છે.

Dolphin
ડોલ્ફીન

By

Published : Aug 7, 2020, 12:46 PM IST

વલસાડ : જિલ્લાના ઉમરગામ તાલુકાનાં નારગોલ ગામના રમણીય માલવણ બીચ ખાતે દરિયાઇ ભારતીના પાણીમાં સાત ફૂટ જેટલી લાંબી મૃત ડોલ્ફિન માછલી કિનારે તણાઇ આવી હતી. ડોલ્ફિનના મૃતદેહને વનવિભાગે કબ્જે કરી તેની અંતિમ વિધિ કરી હતી. ત્યારે જે બીચ પ્રત્યે પ્રવાસન વિભાગ ઓરમાયું વર્તન દાખવતું આવ્યું છે તે, દરિયાઈ વિસ્તાર ડોલ્ફિનનો આવાસ હોવાનું વધુ એકવાર સાબિત થયું છે.

એક તરફ છેલ્લા ત્રણેક દિવસથી અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરને કારણે દરિયો તોફાની બન્યો છે. દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના રમણીય નારગોલ અને માલવણ બીચ પર દરિયાના ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. દરિયાની મોટી ભરતી વખતે અહીં એક મૃત ડોલ્ફિન તણાઈ આવી હતી. જેની ગામના સરપંચે આ અંગે વનવિભાગને જાણ કરી હતી.

નારગોલના માલવણ બીચ ખાતે મૃત ડોલ્ફિન તણાઇ આવી
ગામના માજી સરપંચ યતિન ભંડારીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ ડોલ્ફિન 7 ફૂટ જેટલી લાંબી છે. જેની જાણકારી વલસાડ વનવિભાગને આપ્યા બાદ વનવિભાગે તેનો કબ્જો લઈ તેનું PM કરી અંતિમવિધિ કરી હતી.

વલસાડ જિલ્લાના નારગોલ અને માલવણ બીચ રમણીય દરિયાકિનારો ધરાવે છે. આ વિસ્તારથી છેક વેરાવળનો દરિયા કિનારો વર્ષોથી ડોલ્ફિનનો આવાસી વિસ્તાર છે. પરંતુ તેમ છતાં આ બીચ પ્રત્યે પ્રવાસન વિભાગ સદાય ઉદાસીન રહ્યું છે. સ્થાનિક નેતાગીરીમાં અહીં કાર્ગો પોર્ટ સ્થાપવાની હોડ લાગી છે. જેમાં મૃત હાલતમાં ડોલ્ફીન મળી આવી હોવાની જાણ સ્થાનિક લોકોને થતાં સ્થાનિકો મૃત ડોલફિનને જોવા માલવણ બીચ પહોંચ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details