- ઉદવાડા રેલવે ફાટક આગામી પાંચ દિવસ સુધી બંધ રહેશે
- ચોમાસાની કામગીરીને લઇને લેવાયો નિર્ણય
- આગામી 23 થી 27 તારીખ સુધી રાત્રે બંધ રાખવાનો નિર્ણય
ચોમાસાની કામગીરીને લઇ ઉદવાડા રેલવે ફાટક આગામી પાંચ દિવસ સુધી બંધ રહેશે - વલસાડ
વલસાડનું ઉદવાડા રેલવે ફાટક આગામી પાંચ દિવસ સુધી બંધ રહેશે. ચોમાસાની કામગીરીને લઇને આગામી 23 થી 27 તારીખ સુધી રાત્રે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Valsad News
વલસાડઃ ઉદવાડા ગામ કિકરાલા, રેટ લાવ કોલક જેવા અનેક ગામોના લોકો માટે હાઈવે ઉપર આવું હોય તો જીવાદોરી સમાન ઉદવાડા રેલવે ફાટક ક્રોસ કરવાની ફરજ પડે છે. જોકે, ચોમાસાની કામગીરીને લઇને રેલવે ફાટક આગામી તારીખ 23 થી લઈને 27 સુધી રાત્રિના સમયમાં બંધ રાખવાનું નક્કી કર્યું છે. રાત્રી દરમિયાન લોકોને મુશ્કેલી વેઠવી પડશે તેવું જણાઈ રહ્યું છે. ઉદવાડા ફાટક તારીખ 23 ના રોજથી રાત્રિના 9:00 થી 6:00 કલાક સુધી રેલવેની વિશેષ કામગીરીને કારણે બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.