ગુજરાત

gujarat

ETV Bharat / state

કપરાડા નાસિક રોડ પર રાહોર નજીક પિકઅપ પલટી, બે યુવતીના મોત 11 ઇજાગ્રસ્ત

વલસાડઃ કપરાડા નાસિક હાઇવે પર મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા રાહોર ઘાટ નજીક રોડના કામ માટે જઇ રહેલા મજૂરો અને સમાન ભરેલી પિકઅપ ઘાટ ઉપરથી રિવર્સ આવી પલટી જતા બે યુવતીના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે સવાર 11 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

By

Published : Nov 26, 2019, 3:55 AM IST

પિકઅપ રિવર્સ આવીને પલટી
પિકઅપ રિવર્સ આવીને પલટી

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કપરાડા નાસિક હાઇવે ઉપર રાહોર ઘાટ ઉપર રોડ બનાવવા માટે મજૂરી કામ કરવા જઈ રહેલા મૂળગામ ટોકર પાડા ના 30 થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા ત્યારે રાહોર ઘાટ નજીક પીક અપ નંબર જી જે 02 વાય 7270 ચાલકે ઘાટ ઉપર કાબુ ગુમાવતા પિકઅપ રિવર્સ આવીને પલટી જતા તેમાં સવાર પ્રતીક્ષા શંકર સપાટા ઉ.વ 29 અને સંગીતા પી જાદવ ઉ.વ 20 બંનેના ગંભીર ઈજાઓ ને પગલે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા જ્યારે પિકઅપમાં સવાર અન્ય 11 લોકો ને ઈજાઓ થતા 108 દ્વારા ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

કપરાડા નાસિક રોડ પર રાહોર નજીક પિકઅપ પલટી

જીપમાં સવાર તમામ લોકો ઘટના બનતા ફંગોળાયા હતા અને પટકાયા હતા જેને પગલે અનેક લોકો ઈજાઓ પહોંચી હતી સમગ્ર ઘટના બાબતે કપરાડા પોલીસ મથકે ફરિયાદ શંકર સાપટાએ નોંધાવી છે. નોંધનીય છે કે, કપરાડા અને ધરમપુર વિતારના પહાડી માર્ગો ઉપર અનેક વાર ઘાટમાં આવી હોનારતો થતી રહે છે અનેક લોકોએ આવી ઘટનાઓમાં પોતાના જીવ ગુમાવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details