ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપી ESI હૉસ્પિટલના ડૉકટર વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ નોંધાઈ - વાપી ESI હોસ્પિટલ ન્યૂઝ

વાપીઃ  શહેરમાં આવેલી ESI હૉસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ પર શનિવારે બે મહિલા સુરક્ષા ગાર્ડે જાતીય સતામણીની ફરિયાદ વાપી GIDC પોલીસ મથકમાં નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યાં મુજબ ડૉક્ટર તેમને અવારનવાર પજવણી કરતો હતો. પરંતુ, તે ડૉક્ટરને તાબે ન થતાં તેમને પૈસાની પણ લાલચ આપી હતી. હાલ, પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાપી

By

Published : Nov 17, 2019, 5:29 PM IST

મળતી વિગતો પ્રમાણે, વાપીની ESI હૉસ્પિટલમાં મેડિકલ સુપ્રીટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા અનિલ સહારે હૉસ્પિટલમાં ઓફિસમાં ચા-નાસ્તો આપવા માટે 22 વર્ષીય મહિલા સુરક્ષા ગાર્ડને નોકરી પર રાખી હતી. જેમને અવારનવાર કામના બહાને બોલાવી તેમની સાથે શારિરીક અડપલા કરતો હતો.

વાપી ESI હૉસ્પિટલના ડૉકટર વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ નોંધાઈ

મહિલા તબીબને તાબે ન થઈ ત્યારે તેને પૈસાની લાલચ આપી હતી અને પત્નીની ગેરહાજરીમાં ઘરે આવવા જણાવ્યું હતું. આમ, રોજેરોજ થતાં શારિરીક અને માનસિક શોષણથી ત્રાસીને મહિલાએ GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે ડૉક્ટરેને તેને નોકરીમાંથી કાઢી મૂકી હતી. એટલે રોષે ભરાયેલી મહિલાઓએ હ્યુમન રાઇટ્સની ટીમને બોલાવી હૉસ્પિટલમાં હંગામો મચાવ્યો હતો. ડૉક્ટર પર ચંપલ ફેંકીને તેની પર ગાળો ભાંડી હતી. આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં તાત્કાલિક ધોરણે હૉસ્પિટલ પહોંચીને તેમણે ડૉક્ટરની ધરપકડ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details