વલસાડ : વાપી હિંસા નિવારણસંઘની ટીમે બગવાડા હાઇવે પરથી ક્રૂરતા પૂર્વક પશુઓ ભરી લઈ જતી બે ટ્રકો ઝડપી પાડી હતી. ત્યારબાદ વલસાડ જિલ્લા પોલીસના 100 નંબર પર જાણ કરી પારડી પોલીસને બોલાવી હતી. ઘટના સ્થળે પહોચેલી પારડી પોલીસે તલાશી લેતા બંને ટ્રકમાં 18 ભેંસો અને 16 પાડાઓ મળી આવ્યા હતા. જેના માટો કોઇ ઘાસ ચારા જેવી સુવિધા રાખવામા આવી નહોતી અને ક્રૂરતા પૂર્વક ભર્યા હતા.
બગવાડા હાઇવેથી 18 ભેંસ અને 16 પાડાઓ ભરેલી બે ટ્રક ઝડપાઇ - બગવાડા હાઇવે
વાપી હિંસા નિવારણ સંઘે પારડી પોલીસના સહયોગથી બગવાડા ટોલ નાકા પરથી ક્રૂરતા પૂર્વક લઇ જવાતા 34 પશુઓ ભરેલી બે ટ્રક ઝડપી પાડી પારડી પોલીસના હવાલે કરી હતી.
આ સાથે પશુઓની વહન અંગે પરમિટ પણ ન હતી. જેથી પારડી પોલીસે ટ્રકચાલક મહંમદ રફીક સિદ્દીકી અને ક્લીનર મોહમ્મદ ફારૂક અલ્લાબાકસ તેમજ ઇમરાન રજાકભાઈ નાગોરી, તેમજ બીજા ટ્રકના ચાલક સદામ હુસેન ગુલામ મહંમદ અને ક્લીનર મુરાદ કાલ્લુ તેમજ અલ્લાહબક્સ નીસાર અહમદની ધરપકડ કરી હતી. આ ઝડપાયેલા આરોપીઓએ આ ભેસો અને પાડાઓ ભરેલી ટ્રક વસઈ, પાલઘર, મહારાષ્ટ્ર વ્યવસાય માટે લઈ જતાં હોવાનું જણાવ્યુ હતું.
પારડી પોલીસે હાલતો પ્રાણી ક્રૂરતા નિવારણની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. તેમજ કબજે કરેલ ભેંસો તથા પાડાઓની સાર સંભાળ રાખવા માટે વાપી રાતા પાંજરાપોળ ખાતે મુકવાની તજવીજ હાથ ધરી હતી.