વલસાડઃ શહેરના કૈલાશ રોડ ઉપર આવેલા સ્મશાનભૂમિમાં છેલ્લા કેટલાક વર્ષોથી સતત અગ્નિદાહ આપવાનું કામ કરતા પરિવારના પિતા-પુત્રને સોમવારના રોજ તબિયત લથડી હતી. શરદી અને તાવની ફરિયાદને પગલે આ બંને પિતા-પુત્રને વલસાડની મૃણાલ હોસ્પિટલમાં લોહીના સેમ્પલ લેવા માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યા આગળ તેમના ટેસ્ટ કરાવ્યા બાદ તેમને કોરોનાના લક્ષણો જણાયા હતા, જે બાદ ફરીથી ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને આ બંનેને કોરોના પોઝિટિવ આવ્યા હતા.
વલસાડની સ્મશાન ભૂમિમાં અંતિમવિધિ કરનારા પિતા પુત્રને કોરોના પોઝિટિવ, હવે વાપીના વ્યક્તિ કરશે અંતિમવિધી - working in the cemetery came to corona positive
વલસાડ જિલ્લાના કૈલાશ રોડ ઉપર આવેલા સ્મશાનભૂમિમાં અગ્નિદાહ આપવાનું કામ કરતા પિતા-પુત્રને કોરોના પોઝિટિવ આવતા હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જોકે તેમની અવેજીમાં અગ્નિદાહની કામગીરી માટે વાપીથી બે વ્યક્તિઓ વલસાડ ખાતે રોજિંદા આવી રહ્યા છે.
![વલસાડની સ્મશાન ભૂમિમાં અંતિમવિધિ કરનારા પિતા પુત્રને કોરોના પોઝિટિવ, હવે વાપીના વ્યક્તિ કરશે અંતિમવિધી વલસાડની સ્મશાન ભૂમિમાં અંતિમવિધિ કરનાર પિતા પુત્રને કોરોના પોઝિટિવ, હવે વાપીના વ્યક્તિ કરશે અંતિમવિધી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8382700-109-8382700-1597155778021.jpg)
હાલ પિતા-પુત્ર બંને પોતાના ઘરમાં હોમ કોરેન્ટાઈન છે. તો સાથે સાથે કૈલાશ રોડ પર આવેલી આ સ્મશાન ભૂમિમાં રોજિંદા અનેક જગ્યાઓ પરથી ડાઘ વો મૃતકની બોડીને લઈને અંતિમ સંસ્કાર કરવા માટે આવતા હોય છે. પરંતુ અહીં કામ કરતા બંને પિતા-પુત્રોને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમના સ્થાને હાલમાં વાપીથી બે વ્યક્તિઓ અંતિમવિધિની કામગીરી કરવા માટે રોજિંદા આવી રહ્યા છે.
જોકે કોરોનાથી મોત બાદ અહીં અનેક મૃતકોના મૃતદેહો અંતિમ વિધિ માટે આવી રહ્યા છે. સ્મશાનમાં સમયાંતરે સેનેટાઇઝ કરવામાં આવે છે. આમ વલસાડ શહેરમાં કૈલાસ રોડ ઉપર આવેલા સ્મશાનભૂમિમાં કામ કરતા અંતિમવિધી કરનારાને પણ કોરોનાએ બાકી નથી રાખ્યા અને તેની ચપેટમાં લઈ લીધા છે.