ગુજરાત

gujarat

વલસાડના હનુમાન મંદિર દ્વારા 2 લાખ 51 હજારનું રાહત ફંડમાં દાન કરાયા

By

Published : Mar 31, 2020, 3:12 PM IST

કોરોના મહામારીને કારણે વધી રહેલા દર્દીઓની સંખ્યાની સારવાર માટે પહોંચીં વળવા સરકાર કટિબદ્ધ બની છે. દરેક સ્થળે આઇસોલેશન વોર્ડ ઉભા કરવા માટે સરકારે કામગીરી શરૂ કરી છે અને આ માટે વિવિધ સંસ્થાઓ વિવિધ ઉદ્યોગપતિઓ તેમજ જાહેર જનતાને સહયોગ કરવા માટે અપીલ કરી છે. જેને લઇને અનેક ટ્રસ્ટો સંસ્થાઓ સરકારને આર્થિક રૂપે મદદ કરી રહ્યા છે. જે પૈકી વલસાડ જિલ્લાના પારનેરા પારડી ગામે આવેલા સંકટ હરન હનુમાન મંદિર દ્વારા વડાપ્રધાનના રાહત ફંડમાં રૂપિયા બે લાખ ૫૧ હજાર જેટલી રકમનું દાન કરવામાં આવ્યું છે. જ્યારે ત્યાં જ ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર દ્વારા રૂપિયા 50 હજાર જેટલી રકમ દાનમાં આપવામાં આવી છે.

વલસાડના હનુમાન મંદિર દ્વારા બે લાખ 51 હજારનું રાહત ફંડમાં દાન કરાયા
વલસાડના હનુમાન મંદિર દ્વારા બે લાખ 51 હજારનું રાહત ફંડમાં દાન કરાયા

વલસાડઃ શહેર નજીક આવેલા પારનેરા પારડી ખાતે આવેલું સંકટ હરન હનુમાનજી મંદિર ભાવિક ભકતોમાં ખૂબ જ આસ્થાનું કેન્દ્ર છે. અહીં આગળ અનેક ધાર્મિક અને સામાજિક પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. ત્યારે કોરોના જેવી મહામારીના સંકટ સમયમાં સરકારે કરેલી મદદ આશાને અનુલક્ષી મંદિર ટ્રસ્ટ દ્વારા પણ રૂપિયા 2 લાખ 51 હજાર જેટલી રકમ વડાપ્રધાનના રાહત ફંડમાં મોકલવામાં આવી છે. તો સાથે-સાથે આ જ ગામના ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર દ્વારા પણ રૂપિયા 50 હજાર જેટલી રકમ કોરોનાની મહામારીમાં સારવાર હેતુ ઊભી કરવામાં આવી રહેલી વ્યવસ્થા માટે સરકારને આપવામાં આવી છે મંદિરના ટ્રસ્ટીઓએ જણાવ્યું કે, હજુ પણ આગામી સમયમાં તો જરૂર પડશે તો સરકારને મદદરૂપ થવા તેઓ સક્ષમ છે.

મહત્વનું છે કે, કોરોના જેવી બીમારીમાં પીડિત દર્દીઓને સારવાર અર્થે સરકાર દ્વારા મેડિકલ સુવિધા ઊભી કરવામાં આવી રહી છે અને આ સુવિધા ઉભી કરવા માટે સરકારે સંસ્થાઓ ઉદ્યોગપતિઓ અને તમામ લોકોને તેમનાથી બનતી મદદ કરવા માટે જણાવ્યું છે. જેને અનુલક્ષી વિવિધ સંસ્થાઓ ઉદ્યોગપતિઓ મંદિરના ટ્રસ્ટો સહિત અનેક લોકો પણ ફૂલ નહીં અને ફૂલની પાંખડી સ્વરૂપે રાહત ફંડમાં પૈસા જમા કરાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details