બલિઠા ગામમાં રહેતી રીના નામની મહિલા ઉત્તરાયણ પર્વના દિવસે જ વહેલી સવારે મજુરી કામ માટે ઘરેથી નીકળી હતી. ત્યારે, તેમના પતિ અશોકભાઈ દ્વારા પરત ઘરે આવવા માટે જણાવ્યું હતું. જેથી રીના પરત રૂમ પર આવી રહ્યા હતી. ત્યારે, રેલવે ફાટક બંધ હોવાથી રેલવે ટ્રેક ક્રોસ કરવા જતાં ધસમસતી આવેલી ટ્રેનની અડફેટમાં આવી ગઈ હતી. ટ્રેન એડફેટે આવતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. રેલવે ટ્રેક પર અકસ્માત થયો હોવાની જાણ થતા સ્થાનિક લોકોએ મૃતક મહિલાના પતિ અશોકને અકસ્માતની જાણ કરતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
વાપીમાં ટ્રેન દુર્ઘટનામાં બે મહિલાના મોત - vapi
વાપી: વલસાડ જિલ્લાના વાપી નજીક બલીઠા રેલવે ફાટક પાસે રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેન અડફેટે એક મહિલાનું મોત થયું છે. જ્યારે વાપી રેલવે સ્ટેશન પર અન્ય એક મહિલાએ મોતને વહાલું કરી લેતા ઉત્તરાયણના પર્વમાં લોકોમાં શોકનું મોજૂ ફરી વળ્યું હતું.
બીજી ઘટના વાપી રેલવે સ્ટેશને બની હતી. જ્યાં મંગળવાર સાંજે 4 વાગ્યા આસપાસ પ્લેટફોર્મ નંબર-1 પર એક અજાણી મહિલાએ ટ્રેન નીચે પડતું મૂકી મોતને વહાલું કર્યું હતું. જે અંગે રેલવે પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, વાપી રેલવે સ્ટેશન અકસ્માત મોત નંબર 02/2020 મુજબ એક અજાણી સ્ત્રીએ સાંજે વાપી રેલવે સ્ટેશનની ઉત્તરે પ્લેટફોર્મ નંબર-1ના છેડે ડાઉન રેલવે લાઇન પર માલગાડીની આગળ કોઈપણ અગમ્ય કારણોસર પડતું મૂક્યું હતું. માથાના ભાગે ગંભીર ઇજાના થવાને કારણે સ્થળ મૃત પામી હતી.
એક જ દિવસે ટ્રેન અકસ્માતમાં અલગ અલગ ઘટનામાં બે મહિલાઓના મૃત્યુ નિપજતા સમગ્ર પંથકમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું હતું.