- અકસ્માતમાં આગ લાગતા ટેમ્પો ચાલકનું મોત
- કન્ટેનર ચાલકે સ્ટેરિગ ઉપરનો કાબુ ગુમાવતા ટ્રેક કુદી સુરત તરફના ટ્રેક ઉપર આવી જતા સામે આવતા ટેમ્પા સાથે અથડાયો
- જ્યારે પાછળ કેમિકલ ભરી આવતો એક ટેમ્પો પાછળ થી ભટકાટા કેબીન છૂટું પડીગયું
વલસાડ: જિલ્લાનો નેશનલ હાઇવે નંબર 48 (NH 48) ધીમે ધીમે અકસ્માત (Accident) ઝોન બનતો જઈ રહ્યો છે. સોમવારે મોડી રાત્રે પારડી નજીક ચન્દ્રપુર પાસે આવેલ ફ્લાયઓવર બ્રિજ પાસે કન્ટેનર ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા તે એક ટ્રેક છોડી બીજા ટ્રેક ઉપર આવી જતા સામે આવતા બે ટેમ્પો સાથે ભટકાયો હતો. જે બાદ ટેમ્પામાં આગ લાગતા ચાલક કેબીનમાં દબાઈ ગયો હતો અને આગમાં જીવતો ભૂંજાયો હતો. જ્યારે ક્લીનરને સ્થાનિકોએ નજીકની હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
અકસ્માતમાં આગ લાગતા ટેમ્પો ચાલકનું મોત
પ્રાપ્ત થતી વિગતો મુજબ, વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 (NH 48) ઉપર પારડી ચન્દ્રપુર બ્રિજ નજીકમાં સોમવારે મોડી રાત્રે 11 વાગ્યે એક કન્ટેનર ચાલક ડી ડી 01 સી 9046 ના ચાલક ફાગુરામ પ્રભુ દયાળ ચોરસીય સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ડિવાઈડર કુંદાવીને મુંબઈથી સુરત તરફના ટ્રેક ઉપર આવી જતા સામે આવતા બે વાહનો સાથે ભટકાયો હતો. જેમાં એક ટાટા ટેમ્પો અને એક આઇસર ટેમ્પો જેમાં ટાટા ટેમ્પોમાં આગ લાગી જતા ચાલક જીવતો આગમાં ભૂંજાયો હતો.
આ પણ વાંચો:જૂઓ મુંબઈ-પુણે એક્પ્રેસ-વે પરના અકસ્માતનો હૃદય કંપાવી નાખે તેવો વીડિયો...
કન્ટેનર ચાલકને ઝોકું આવી જતાં સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા બની આખી ઘટના
અમદાવાદથી મુંબઈ તરફ પુરપાટ ઝડપે જઈ રહેલા કન્ટેનર ચાલકને ઝોકું આવી જતાં કન્ટેનર ડિવાઈડર કુંદાવી દઈ સુરત તરફના માર્ગ ઉપર આવી જતા સામે આવી રહેલા એક ટાટા ટેમ્પો અને એ બાદ આઇસર ટેમ્પો સાથે ધડાકા ભેર અથડાતા ટાટા ટેમ્પોમાં આગ લાગતા ટેમ્પો ચાલક કેબીનમાં દબાઈ જતા આગમાં જીવતો ભૂંજાયો હતો
સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા બેકાબુ બનેલા કન્ટેનરે બે વાહનને અડફેટે લીધા બાદ ભીષણ આગ
મુંબઈ ટ્રેક ઉપરથી કન્ટેનર નંબર ડી ડી 01 સી 9046 કુદીને સુરત ટ્રેક ઉપર આવી જતા સામે આવી રહેલ એક આઇસર ટેમ્પો એમ એચ 02 ઇ આર 8901 ને ટક્કર મારી હતી. જેમાં સવાર જશવંત ગિરી વસંતગીરી ગોસ્વામીને માથાના અને હાથના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જ્યારબાદ સામે આવી રહેલા વધુ એક ટાટા ટેમ્પો નંબર ડી એન 09 યુ 9359ને ટક્કર મારતા તેમાં આગ લાગી હતી અને કેબીનમાં દબાઈ ગયેલા ટેમ્પો ચાલક મંગલ રામ જોઇતાજી પુરોહિત આગમાં મોત ને ભેટ્યો હતો.