વલસાડ : કપરાડા તાલુકાના સુખાલા ગામે પટેલ ફળિયામાં રહેતા શૈલેષભાઈનું ગત રોજ અકસ્માતમાં નિધન થયું હતું. ઈશ્વરે તેમને સંતાનમાં ત્રણ પુત્રી જ આપી હોવાથી પોતાના પિતાની ચિંતાને અગ્નિદાહ આપવા માટે પુત્રીઓએ તૈયારી દર્શાવી હતી અને આદિવાસી સમાજ માટે એક ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું.
કપરાડામાં બે પુત્રીએ પિતાનો કર્યો અંતિમ સંસ્કાર, આદિવાસી સમાજ માટે નવી રાહ ચીંધી
વર્તમાન સમયમાં પુત્ર જ નહીં, પુત્રી પણ પુત્ર ધર્મ નિભાવી શકે છે. આ વાતનું ઉદાહરણ વલસાડ જિલ્લામાં અંતરિયાળ એવા કપરાડા તાલુકાના સુખાલા ગામે જોવા મળ્યું છે. પિતાના મોત બાદ તેની ત્રણ પુત્રી પૈકી 2 પુત્રીઓએ પિતાની અંતિમયાત્રામાં જોડાઈને અગ્નિદાહ આપ્યો હતો. આદિવાસી સમાજમાં એક નવી રાહ ચીંધી છે. આદિવાસી સમાજમાં મહિલાઓને સ્મશાનમાં જવું વર્જિત છે. તેવામાં બે પુત્રીએ પિતાને અગ્નિદાહ આપી સમાજ માટે નવો રાહ ચીંધ્યો છે.
આદિવાસી સમાજ માટે નવો રાહ ચીંધી
શૈલેષભાઈને ત્રણ પુત્રી હિતેશ્વરી, તૃપ્તિ અને ક્રિષ્ના હાલ અભ્યાસ કરે છે. જે પૈકીની બે પુત્રી હિતેશ્વરી અને તૃપ્તિ એ પિતા માટે એક પુત્રની ગરજ સારતા સ્મશાનમાં જઈને અગ્નિદાહ આપ્યો હતો.
Last Updated : Mar 17, 2020, 10:19 AM IST