ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ રેલવે ડાઉન યાર્ડમાં ટ્રેનમાંથી તાંબાના કેબલ ચોરતી ગેંગ ઝડપાઇ - રેલવે ડાઉન યાર્ડની ટ્રેનમાંથી તાંબાના કેબલ ચોરતી ગેંગ ઝડપાઇ

વલસાડઃ શહેરનાં રેલવે ડાઉન યાર્ડમાં ઊભેલી ટ્રેનમાંથી કોપર વાયરની ચોરી કરતી ગેંગના મુખ્ય બે સૂત્રધારોને ઝડપી લેવામાં આવ્યા છે. RPFએ આરોપીને ઝડપી લઈ તેમના રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.

two copper cabel thief arrested  by rpf in valsad down yard
two copper cabel thief arrested by rpf in valsad down yard

By

Published : Nov 27, 2019, 11:45 AM IST

વલસાડના રેલવે ડાઉન યાર્ડમાં પાર્ક કરેલી ટ્રેનમાંથી તાંબાના કેબલની ચોરી કરતી ગેંગના મુખ્ય બે સૂત્રધારોને સોમવારે મોડી રાત્રે RPFની ટીમે ઝડપી લીધા હતા. આ બંને આરોપીઓ ઑક્ટોબર માસમાં રેલવે ડાઉન યાર્ડમાં ભાગ કરેલી ટ્રેનમાંથી 24 કિલો કોપર કેબલની ચોરી કરી હતી. ચોરીનો કેબલ તેમણે એક ભંગારના ગોડાઉનમાં વેચી નાખ્યો હતો. આ ચોરી કરેલા કેબલના ખરીદનાર ભંગારનાં ડાઉન સંચાલકની પણ પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

વલસાડ રેલવે ડાઉન યાર્ડની ટ્રેનમાંથી તાંબાના કેબલ ચોરતી ગેંગ ઝડપાઇ

કેબલની ચોરીમાં સંડોવાયેલા 23 વર્ષીય રાકેશ સુમન પટેલ ઉર્ફે ચેતન અને જીગા રમેશ રાઠોડ ઉર્ફે જીગ્નેશે સોમવારે રાત્રે વલસાડ રેલવે ડાઉન યાર્ડમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા. બંને સોમવાર રાત્રે પાર્ક કરેલી ટ્રેનમાં કેબલ ચોરી કરવા માટે આવ્યા હતા. જ્યાં RPFના PSI લાલચંદ વેળાએ તેમને પકડીને સઘન પૂછપરછ કરતાં તેઓએ ઓક્ટોબર માસમાં પણ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું, એ ચોરીના કેબલ તેમણે ધમડાચી અને વેજલપુર ખાતે આવેલા ગોવર્ધન રુપાજી ગુર્જર અને શીતલ પ્રસાદ રામ લખન બાનીયલને આપ્યા હોવાનું જણાવતા, RPF આ બંને ભંગારના ગોડાઉનમાંથી પણ લોકોની ધરપકડ કરવા આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details