ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ: મંદિરમાં ચોરી કરવા આવેલા બે બાળકોને લોકોએ ઝડપી પાડ્યા - gujaratpolice

વલસાડ શહેરના કૈલાસ રોડ પર આવેલા બ્રહ્મદેવ મંદિરની દાનપેટીમાંથી ચોરી કરતાં સગીર વયનાં બે બાળકોને સ્થાનિક લોકોએ પકડી પાડયા હતા. આ બંને સગીર બાળકો નવસારીથી વલસાડ ચોરી કરવા આવ્યા હોવાનું પૂછપરછમાં સામે આવ્યું હતું. આ સમગ્ર કિસ્સામાં તેમની પાસે કોઈ રાહુલ નામનો ઇસમ ચોરી કરાવતો હોવાનું બહાર આવ્યું છે. જોકે પોલીસે હાલ તો આ સમગ્ર બાબતે તપાસ શરૂ કરી છે.

etv bharat
etv bharat

By

Published : Mar 9, 2020, 7:30 PM IST

Updated : Mar 9, 2020, 8:37 PM IST

વલસાડ :શહેરના કૈલાશ રોડ ઉપર આવેલા બ્રહ્મદેવ મંદિરમાં આજે સવારે બે સગીર વયના બાળકો આવ્યા હતા. જેઓ લોકોનું ધ્યાન ભટકાવી અને મંદિરની દાનપેટીમાંથી પૈસા ચોરી કરવાનો પ્રયાસ કરી રહયા હતા.આ દરમિયાન સ્થાનિક કેટલા લોકોની નજર તેના ઉપર પડતાં તેમણે આ બંને સગીર વયના બાળકોને ઝડપી પાડયા હતા અને તેમને પૂછપરછ કરતા તેમણે જણાવ્યું કે કોઈક રાહુલ નામનો યુવક તેમને ચોરી કરવા માટે નવસારીથી રિક્ષામાં બેસાડી લઈ આવ્યો હતો.

બે બાળકો ને લોકોએ ઝડપી પાડ્યા
Last Updated : Mar 9, 2020, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details