ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉન લંબાતા વતન જવા માગતા પરપ્રાંતીય લોકોએ મચાવ્યો હોબાળો - પરપ્રાંતિયો

વાપી અને તેની આસપાસના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા પરપ્રાંતીય કામદારોની વતન જવાની આશા લોકડાઉનના કારણે નિરાશામાં પલ્ટી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાથી રોષે ભરાયેલા કામદારોએ વાપી નજીક છીરી ખાતે હોબાળો મચાવ્યો હતો.

ગામ જવા માંગતા પરપ્રાંતીય લોકોએ મચાવ્યો હોબાળો
ગામ જવા માંગતા પરપ્રાંતીય લોકોએ મચાવ્યો હોબાળો

By

Published : May 4, 2020, 3:49 PM IST

વાપી : લોકડાઉનની શરૂઆત થતાની સાથે જ પરપ્રાંતીયો પોતાના વતન તરફની વાટ પકળવા અધીરા બન્યા છે. આ વચ્ચે છીરી પોલીસ ચોકી ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકોનું ટોળુ એકઠું થયુ હતું અને તેઓના વતન જવા માટે પાસ સહિતની વ્યવસ્થા કરી આપવા માગ કરી હતી. આ માગ સાથે કેટલાક લોકોએ ચોકી સામે રસ્તા પર બેસીને શોરબકોર કરીને આખા વિસ્તારને માથે લીધો હતો. જેમને સમજાવવા છતા લોકોએ ત્યાંથી ખસવાનું નામ નહી લેતા આખરે વધારાની પોલીસ તૈનાત કરવી પડી હતી. જેને જોઈને વિસ્તારમાં ભાગદોડ મચી હતી. કેટલાક પોલીસના હાથે આવી જતા લાઠીનો માર ખાતા પણ નજરે ચડ્યા હતા.

ગામ જવા માંગતા પરપ્રાંતીય લોકોએ મચાવ્યો હોબાળો
ઉલ્લેખનીય છે કે, વાપીમાં હજારો પરપ્રાંતીય લોકો પોતાના વતન જવા માગે છે. જે માટે વહીવટીતંત્ર દ્વારા પાસની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ તે માટે યોગ્ય આયોજન ન હોય તે લોકોને ગતાગમ પડતી નથી. એટલે ઘરે જવા અધીરા બનેલા પરપ્રાંતીય લોકોનો ગુસ્સો પ્રશાસન પર ઉતર્યો હતો. જેને પોલીસે શાંત કરી ત્યારબાદ સમજાવટના પ્રયાસો પણ હાથ ધાર્યા હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details