વલસાડ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં પાકિસ્તાની આતંકીઓઓએ કરેલા હુમલામાં શહીદ થયેલા દેશના 40થી વધુ જવાનોની શહીદીને શ્રદ્ધાંજલિ આપવા કપરાડા તાલુકાના નાનાપોઢા ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
નાનાપોઢા ખાતે પુલવામા એટેકમાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ - વલસાડ ન્યુઝ
14 ફેબ્રુઆરીએ પુરા દેશ માટે કાળો દિવસ બનીને રહી ગયો છે. જમ્મુ-કાશ્મીરમાં CRPFના જવાનો પર આતંકીઓએ કરેલા હુમલામાં શહીદ થયેલા જવાનોની શ્રદ્ધાંજલિ અર્પિત કરવા કપરાડા તાલુકાના નાનાપોઢા ખાતે કેન્ડલ સળગાવી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
નાનાપોઢા ખાતે પુલવામાં એટેકમાં શહીદ થયેલા સૈનિકોને અર્પી શ્રદ્ધાંજલિ
કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ ગાવિત, સામાજિક કાર્યકર મંગુભાઈ ગાવિત, આજુબાજુ ગામના સરપંચો તેમજ મોટી સંખ્યામાં આદિવાસી આગેવાનો સાથે મુસ્લિમ બિરાદરો ભેગા મળીને કેન્ડલ સળગાવી બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
Last Updated : Feb 15, 2020, 3:01 PM IST