- વલસાડના ઉમરગામમાં શાળાઓ ખુલી
- કોરોનાકાળના 9 માસ બાદ ખુલી શાળાઓ
- 10-12ના વિદ્યાર્થીઓને આવકારવા પહોંચ્યા પ્રધાન રમણ પાટકર
ઉમરગામ- - રાજય સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં તમામ કોલેજ અને બોર્ડ ધરાવતી શાળાઓમાં ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પ્રત્યક્ષ શૈક્ષણિક વર્ગકાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે વન અને આદિજાતિ વિકાસ રાજયપ્રધાન રમણલાલ પાટકરના અધ્યક્ષસ્થાને ઉમરગામ તાલુકાની શ્રી વિવેકાનંદ હાઇસ્કૂલ, માણેકપોર ખાતે વિદ્યાર્થીઓનો આવકાર કાર્યક્રમ યોજાયો હતો.
સરકારે કોરોનાથી બચાવવા પ્રયત્નો કર્યા છે
આ અવસરે રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ સહિત આપણું ગુજરાત રાજ્ય પણ વૈશ્વિક મહામારી કોરોના સામે લડી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા કોરોના કાળ દરમિયાન માર્ચ-20 થી સંપૂર્ણ લોકડાઉન કરી પ્રજાજનોને કોરોના કહેરથી બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યાં છે. આ સમયમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઇ શાળાઓ બંધ રાખવામાં આવી હતી. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતાં આજથી ધોરણ-10 અને ધોરણ-12 તથા કૉલેજના વિદ્યાર્થીઓની કારકિર્દીના અગત્યના વર્ષો હોય તેમના માટે પ્રથમ ચરણના ભાગરૂપે પ્રત્યક્ષ શિક્ષણકાર્યનો પ્રારંભ થઇ ગયો છે.
દો ગજ કી દૂરી હૈ જરૂરી