વલસાડઃ વલસાડના નાની તંબાડી ગામે આવેલી જલારામ હાઇસ્કૂલમાં પ્રટાગણમાં આયોજિત આદિવાસી સંમેલનમાં આદિવાસી સમાજની જનમેદની ઉમટી હતી. અનેક આદિવાસી સમાજના લોકો તેમના પરંપરાગત વેશમાં હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં જળ, જમીન, હવા અને પ્રકૃતિનું જતન કરવાનો સંદેશ અપાયો હતો. તેમજ નાના ભૂલકાંઓ દ્વારા આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ સાથે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યાં હતાં.
વલસાડમાં આદિવાસી સંમેલન યોજાયું, આદિવાસી વાનગી પર લોકો થયા આફરીન - આદિવાસી ન્યૂઝ
વલસાડ જિલ્લાના નાની તાંબાડી ગામે આદિવાસી સંસ્કૃતિને અને ધરોહરને જાળવી રાખવા માટે અને સમાજના યુવાનો સંસ્કૃતિ પરિચિત થાય તે હેતુથી આદિવાસી સંમેલન યોજાયું હતું. જેમાં પરંપરાગત આદિવાસી વાનગીના સ્ટોલ લગાવાવમાં આવ્યાં હતાંં. આજે જ્યારે યુવા વર્ગ ફાસ્ટ ફૂડ તરફ આકર્ષાઈ રહ્યો છે, ત્યારે આદિવાસી સંમેલનમાં યુવાઓને સ્વાસ્થ્યવર્ધક વાનગી વાનગીઓથી ભેટો કરાવ્યો હતો. જેના સૌએ આનંદપૂર્વક લાભ લીધો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોને આદિવાસી સંસ્કૃતિથી રૂબરૂ કરાવવાનો હતો. જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોની સાથે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક વાનગીના સ્ટૉલ લગાવવામાં આવ્યાં હતાં. નાગલીના રોટલા, વાલનું શાક, ચણાનું શાક, ભીંડી (એક પ્રકારનું વૃક્ષ)ના પાનમાં ચોખાના લોટ મૂકી બનાવવામાં આવેલા પાનગા (પનેલા), હુંડા ચણાની ભાજીમાંથી બનેલા મુઠીયા, સહિતની અનેક પ્રચલિત વાનગીઓ સ્ટોલ પર નજીવી કિંમતે મુકાઈ હતી. જેનો સૌએ સ્વાદ રસિકોએ ભરપૂર લાભ લીધો હતો.
આ કાર્યક્રમ અંગે વાત કરતાં સ્થાનિકે જણાવ્યુ હતું કે,"ફાસ્ટ ફૂડની વર્તમાન સમયની દુનિયામાં આદિવાસી સમાજની વાનગીઓ આજે પણ એટલી સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક છે. શહેરી વિસ્તારમાં લુપ્ત જ થઈ ચૂકી છે. પરંતુ આદિવાસી સંમેલનમાં આવી વાનગીઓ આજના યુવા વર્ગને જોવા મળે છે એ આશ્ચર્ય પમાડે છે."