વલસાડ : પૈખેડ અને ચાસ માંડવામાં સૂચિત ડેમને લઈને આદિવાસી સમાજ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત કપરાડા મુખ્ય મથક ખાતે હોટલની સામે આવેલા મેદાનમાં વિરોધ રેલી (Protest Rally in Kaprada) યોજાઈ હતી. જેમાં ધરમપુર, ડાંગ, આહવા, વઘઇ, ડોલવણ, કપરાડા જેવા અનેક વિસ્તાર માંથી આદિવાસી સમાજની જંગી જનમેદની ઉમટી વિરોધ રેલી કરી હતી. આદિવાસી સમાજ માંગણી કરી કે જ્યાં સુધી સરકાર સૂચિત ડેમ અંગે શ્વેતપત્ર જાહેર નહિ કરે ત્યાં સુધી આદિવાસી સમાજ દ્વારા તેનો વિરોધ ચાલુ રહેશે.
4 હજાર પરિવારો બે ધર -ધરમપુરના ચાસમાંડવા ગામે તેમજ મૌખિક ગામે નર્મદા તાપી રિવર લિંક (River Link Project in Gujarat) અંતર્ગત ડેમ બનનાર છે. જેને લઈને ચાર હજારથી વધુ પરિવારો વિસ્થાપિત થાય એવી શક્યતા છે. જેને લઇને છેલ્લા કેટલાક સમયથી વિવિધ આદિવાસી સમાજના સંગઠન દ્વારા એકજુટ થઈને પ્રચંડ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ધરમપુર ડાંગ વગઈ તાપીમાં રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું. તે બાદ આજે વલસાડ જિલ્લાના કપરાડા ખાતે જંગી જનમેદની સાથે મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે અને સુચિત ડેમનો વિરોધ (Opposition to the Proposed Dam) કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :Dam protest in Dharampur: ધરમપુરમાં ડેમ વિરોધની રેલીમાં લોકોનું ઘોડાપુર ઉમટ્યું
નેતાઓએ સ્ટેજ પર કબજો જમાવ્યો -વિવિધ આદિવાસી સંગઠનો દ્વારા આદિવાસી વિસ્તારના લોકો તેમને પગલે સ્થળાંતર ન કરવું પડે તેવા હેતુથી વિરોધ કરી રહ્યા છે. અને વિવિધ આદિવાસી સંગઠનો તે માટે ગામોમાં જઈને રાત્રિ બેઠકોનું પણ ચલાવી રહ્યા છે. જો કે જે અંતર્ગત આદિવાસી સમાજમાંથી આવતા આગેવાન અનંત પટેલની આગેવાનીમાં સૂચિત ડેમનો વિરોધ કરાઇ રહ્યો છે. ત્યારે આજે કપડાં અને રેલીમાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ જોવા મળ્યા હતા. જેમાં ડોક્ટર તુષાર ચૌધરી, પુનાજી ગામીત, વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, કોંગ્રેસના અગ્રણી અને પીઢ નેતા ગૌરાંગ પંડ્યા, જેવા અનેક નેતાઓ વિરોધ અને સમર્થનમાં માટે જોવા મળ્યા હતા.