વલસાડઃ કપરાડા તાલુકાના તીસ્કરી જંગલ ગામે હિન્દુ યુવા વાહિની અને લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી 150થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ગામના યુવાનો દ્વારા ભેગા મળીને વૃક્ષારોપણ કર્યું હતું. તેમજ આગામી દિવસમાં તેની માવજત કરવા માટેની પણ ખાતરી આપી હતી.
હિંદુ વાહિની વલસાડના યુવાનો દ્વારા વૃક્ષારોપણ
- કપરાડા તાલુકાના તીસ્કરી જંગલ ગામે વૃક્ષારોપણ કરાયું
- તીસ્કરી જંગલ ગામે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 150થી વધુ વૃક્ષોનું વાવેત
- મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન
- હિન્દુ યુવા વાહિનીના સભ્યો અને લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા વૃક્ષોનું વાવેતર
- તીસ્કરી જંગલ ગામે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન
કપરાડા તાલુકાના તીસ્કરી જંગલ ગામે હિંદુ વાહિની વલસાડના યુવાન અને ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સામાજિક કામગીરી કરતા લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ સંયુક્ત ઉપક્રમે શુક્રવારના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટીસકરી જંગલ ગામના 50 થી વધુ યુવાનો જોડાયા હતા. ગામ દેવીની આસપાસના વિસ્તારમાં દોઢસોથી વધુ વૃક્ષોનું વાવેતર શુક્રવારના રોજ આ તમામ યુવાનો દ્વારા ઉત્સાહપૂર્ણ રીતે કરવામાં આવ્યું હતું.