પવન સાથે આવેલા વરસાદના પગલે અનેક સ્થળે વૃક્ષ પડવાના બનાવો નોંધાયા હતા. ત્યારે પારડીના ચિવલ ગામે વાઘછીપા-નાનાપોઢા માર્ગ ઉપર વર્ષો જૂનું એક વૃક્ષ માર્ગમાં પડતા રસ્તો બ્લોક થઈ જતા માર્ગની બંને તરફ વાહન ચાલકોની લાઈન લાગી હતી. બાઇક ચાલકો જીવન જોખમે રસ્તાની સાઈડમાંથી નીકળી રહ્યા હતા. તો આ વાહનોની કતારમાં વલસાડથી સરકારી ગાડીમાં કપરાડા તરફ જઈ રહેલા વલસાડ જિલ્લાના નાયબ કલેક્ટર અટવાયા હતા. જો કે વૃક્ષ હટે એમ ન હોવાથી તેમની ગાડી ફરીથી ત્યાંથી વળી લઈ અન્ય માર્ગ ઉપરથી રવાના થઈ ગઈ હતી.
વલસાડના ચિવલ ગામે રસ્તા પર વૃક્ષ ધરાશાઈ, નાયબ કલેક્ટરની ગાડી પણ અટકી - નાયબ કલેકટર
વલસાડઃ જિલ્લાના પારડી તાલુકાના વાઘછીપા-નાનાપોઢા માર્ગ નંબર 848 પર એક મોટું તોતિંગ વૃક્ષ વરસાદને પગલે ધરશાઇ થઈ જતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. જો કે વાહનોની લાઈનમાં નાયબ કલેક્ટરની ગાડી પણ અટવાઇ હતી.
VALSAD
સ્થાનિકોની મદદ વડે માર્ગમા પડેલા વૃક્ષને કેટલાક લોકોએ ડાળીઓ કાપી દૂર કર્યું હતું અને રાબેતા મુજબનો વાહન વ્યવહાર શરૂ થયો હતો. નોંધનીય છે કે, નાયબ કલેક્ટર જેવા સરકારી અધિકારી પણ અહીંથી જોઈને ગયા બાદ સરકારી તંત્ર તરફથી એક પણ વ્યક્તિ કે કોઈપણ એવી સૂચના આપવામાં આવી કે આ વૃક્ષને અહીંથી માર્ગમાંથી ખસેડી દેવામાં આવે સ્થાનિક લોકોના સહયોગથી કેટલાક લોકોએ આ વૃક્ષની ડાળીઓ કાપીને આ ઝાડને મારામાંથી હટાવવાની ફરજ પડી હતી.