વલસાડ: જિલ્લા વિકાસ અધિકારીએ વર્ષોથી એક જ સ્થળે કામ કરી રહેલા અને તેમની સમક્ષ આવેલી અનેક ફરિયાદોને આધારે 31 જેટલા તલાટીની બદલીના ઓર્ડર કરતા ફફડાટ ફેલાયો છે. વલસાડ તાલુકાના ધરમપુર અને કપરાડાના મળીને કુલ 31 જેટલા તલાટીઓની બદલીના ઓર્ડર થયા છે. જેથી તલાટીઓમાં "કહીં ખુશી કહીં ગમ"નો માહોલ જોવા મળ્યો છે. કપરાડાના વિલેજ બોર્ડરોમાં પણ કેટલાક તલાટીઓને બદલીનો ઓર્ડર મળતા ફફડાટ ફેલાયો છે.
વલસાડ જિલ્લામાં 31 તલાટીઓની બદલી - ગુજરાતીનાસમાચાર
વલસાડ જિલ્લામાં કપરાડા, ધરમપુર અને વલસાડ તાલુકાના 31 જેટલા તલાટીઓની બદલીના ઓર્ડર જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી એક જ સ્થળે કામ કરી રહેલા તલાટીઓની બદલી થતાં તલાટીઓમાં "કહીં ખુશી કહીં ગમ"નો માહોલ જોવા મળ્યો છે.
તલાટીઓની બદલી
એક જ ગામમાં વર્ષોથી કામ કરતા તલાટીઓની બદલીના ઓર્ડર થતા ન હતા. તો કેટલાક તલાટીઓને ખૂબ લાંબા અંતર સુધી નોકરી માટે જવું પડતું હતું. પરંતુ અચાનક બદલીના ઓર્ડર આવતા અનેક તલાટીઓને ફાયદો પણ થયો છે.