- કૈલાશ રોડ ઔરંગા નદીના બ્રિજ ઉપરા ખાડાને ( Pothole Problem ) કારણે વાહનચાલકો પરેશાન
- રેલવેબ્રિજ 20 દિવસ બંધ રહેતા કૈલાસ રોડ ઉપર વાહનોનું ભારણ વધી ગયું
- બ્રિજ ઉપર પડેલા ખાડાને કારણે થઈ રહ્યો છેTraffic Jam
- ખાડાને કારણે ટેમ્પો ફસાતા બન્ને તરફ વાહનોની લાંબી કતારો સર્જાઈ
- વિકલાંગ દંપતિની બાઈક પણ ટ્રાફિક જામમાં ફસાઈ પડી
વલસાડઃ દર વર્ષે ચોમાસા દરમિયાન ઔરંગા નદીના બ્રિજ ઉપર મોટી સંખ્યામાં ખાડાઓ ( Pothole Problem ) પડી જતા હોય છે અને જેનું સમારકામ ચોમાસા પૂર્વે કરવાનું હોય છે. પરંતુ લાગતાવળગતાં અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી. આ ખાડાઓ ચોમાસુ શરૂ થતા જ મોટા થઈ જતા વાહનચાલકોને અહીંથી મંથર ગતિએ પસાર થવાનો વારો આવે છે. તો પડેલા ખાડાને કારણે ( Pothole Problem ) અનેક વાહનોને બ્રિજની વચોવચ ખોટકાઇ પડવાનો પણ સમય આવતો હોય છે. જેના કારણે બ્રિજની બન્ને તરફ ટ્રાફિક જામની ( Traffic Jam ) સમસ્યા સર્જાતી હોય છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
બ્રિજની વચ્ચે ટેમ્પો ખોટકાઈ પડતાં Traffic Jam સર્જાયો
આજરોજ ઔરંગા નદીના કૈલાસધામ ખાતે આવેલા આ બ્રિજ ઉપર પડેલા ખાડાને ( Pothole Problem ) કારણે એક ટેમ્પો બ્રિજ ઉપર ફસાઈ જવાને કારણે બ્રિજની બન્ને તરફ એક કિલોમીટર લાંબી વાહનોની લાઇન લાગતા ટ્રાફિકજામ ( Traffic Jam ) સર્જાયો હતો. તેમાં અનેક વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ઊભા રહી મુશ્કેલીમાં મુકાયા હતાં. જોકે કેટલાક વાહનચાલકો સ્વયં રસ્તા પર ઉતરીને ટ્રાફિક સમસ્યા હલ કરવા જોડાયા બાદ વાહનો એક પછી એક નીકળ્યા હતાં અને ટ્રાફિક હળવો થયો હતો.
આ પણ વાંચોઃ Sexual Harassment Case Jamnagar: કોણ છે મુખ્ય સુત્રધાર ?, જાણો...