ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ: સુથારપાડામાં દુકાનો બંધ રાખી વેપારીઓએ ખેડૂતોને સમર્થન આપ્યું

કૃષિ બિલના વિરોધમાં આજે ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લામાં વાપી, ધરમપુર, કપરાડામાં તેની નહીંવત અસર જોવા મળી હતી. પરંતુ કપરાડાના છેવાડે નાસિક સરહદે આવેલા ગામ સુથારપાડાનું બજાર ખેડૂતોના સમર્થનમાં સજ્જડ બંધ રહ્યું હતું.

કપરાડા
કપરાડા

By

Published : Dec 8, 2020, 8:43 PM IST

  • ખેડૂતો દ્વારા કૃષિ બિલના વિરોધમાં આજે ભારત બંધનું એલાન
  • કપરાડાના છેવાડાના વેપારીઓએ આપ્યું ખેડૂતોને સમર્થન
  • વાપી અને ધરમપુરમાં બંધની નહીંવત અસર જોવા મળી

વલસાડ: કૃષિ બિલના વિરોધમાં આજે ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લામાં વાપી, ધરમપુર, કપરાડામાં તેની નહીંવત અસર જોવા મળી હતી. પરંતુ કપરાડાના છેવાડે નાસિક સરહદે આવેલા ગામ સુથારપાડાનું બજાર ખેડૂતોના સમર્થનમાં સજ્જડ બંધ રહ્યું હતું.

સુથારપાડામાં દુકાનો બંધ રાખી વેપારીઓએ ખેડૂતોને સમર્થન આપ્યું


સુથારપાડા છે વર્ષોથી કોંગ્રેસનો ગઢ

કપરાડા તાલુકો વર્ષોથી કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો. પરંતુ આ વખતે ભાજપે ત્યાં ભગવો લહેરાવ્યો છે. પરંતુ આજે પણ અનેક પ્રખર કોંગી કાર્યકરો ત્યાં સક્રિય છે. જેને લઈને ભારત બંધના સમર્થનમાં આજે સુથારપાડાનું બજાર સજ્જડ બંધ રહ્યું હતું.

સવારથી જ અનેક દુકાનો બંધ રહી હતી

ભારત બંધના એલાનને પગલે આજે સુથારપાડાના બજારમાં વહેલી સવારથી જ ખેડૂતોના સમર્થનમાં દુકાનદારોએ સ્વયં બંધ પાળ્યો હોવાનું જણાયું છે. અનેક દુકાનો બંધ રહેતા આજે બજાર પણ ભરાઈ નહતી. એક તરફ વલસાડ અને ધરમપુરમાં બંધની નહીંવત અસર જોવા મળી હતી, તો અંતરિયાળ વિસ્તારમાં સજ્જડ બંધ જોવા મળ્યું હતું. મોટા ભાગની દુકાનોના શટર બંધ જોવા મળ્યા હતા અને બજારમાં લોકોની સંખ્યા પણ જૂજ જોવા મળી હતી. આમ એક તરફ જ્યાં શહેરોમાં બંધની નહીંવત અસર જોવા મળી હતો તો બીજી તરફ મહારાષ્ટ્ર બોર્ડર ઉપર આવેલા ગુજરાતના સુથારપાડામાં બંધની સજ્જડ અસર જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details