- જિલ્લા પંચાયતની 32 બેઠકો ઉપર 6,62,759 મતદારોએ કર્યું મતદાન
- તાલુકા પંચાયતની 152 બેઠકો માટે 6,61,138 મતદારોએ કર્યું મતદાન
- સૌથી વધુ મતદાન ધરમપુર તાલુકામાં
- વલસાડ જિલ્લા પંચાયતની બેઠક માટે 69.64 ટકા મતદાન નોંધાયું
વલસાડ: જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે રવિવારે સવારથી આયોજિત કરવામાં આવેલ ચૂંટણી પ્રક્રિયામાં કુલ 9,51,676 મતદાતાઓ પૈકી 6,62,759 મતદારોએ મતદાન કરતાં સવારે 07:00થી સાંજે 06:00 વાગ્યા સુધી માં 69.64 ટકા જેટલું મતદાન નોંધાયુ હતું. જોકે જિલ્લા પંચાયતની 32 બેઠકો ઉપર કુલ 88 ઉમેદવારોનું ભાવિ EVMમાં સિલ થયું છે.
તાલુકા પંચાયતની બેઠકો માટે 69.72 ટકા મતદાન થયું
વલસાડ જિલ્લાની 6 તાલુકા પંચાયત માટે પણ રવિવારે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 152 બેઠકો ઉપર 425 ઉમેદવારો માટે મતદાન યોજાયું હતું. વલસાડ તાલુકાની 31 બેઠકો માટે કુલ 2,36,629 મતદારો પૈકી 1,57,680 મતદારો એ મતદાન કર્યું. સાંજે 66.64 ટકા મતદાન નોંધાયું હતું. પારડીની 22 બેઠકો ઉપર 49 ઉમેદવાર માટે કુલ 1,29,691 મતદારો પૈકી 89,885 મતદાતાએ મતદાન કરતા 69.31 ટકા મતદાન નોંધાયું હતું. વાપીની 15 બેઠકો માટે 32 ઉમેદવારો માટે કુલ 66,064 મતદારો પૈકી 40,750 મતદારોએ મતદાન કરતા 61.68 ટકા મતદાન નોંધાયું. ઉમરગામની 30 બેઠકો માટે 75 ઉમેદવારો માટે કુલ 1,97,549 મતદારો પૈકી 1,23,892 મતદારોએ મતદાન કરતા 65.29 ટકા મતદાન નોંધાયું. કપરાડામાં 30 બેઠકો માટે 69 ઉમેદવારો માટે કુલ 1,76,259 મતદારો પૈકી 1,36,366 મતદારોએ મતદાન કરતા 77.37 ટકા મતદાન થયું.
સૌથી વધુ મતદાન ધરમપુરમાં