ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં ટ્રાફીક સમસ્યા હલ કરવા બનશે 2 નવા બ્રિજ - ટ્રાફિક સમસ્યા

વાપીમાં વર્ષો જૂના ઓવરબ્રિજના સ્થાને આગામી દિવસમાં એક ઓવરબ્રિજ અને બીજો અંડરબ્રિજ બનાવવાની મંજૂરીને લીલી ઝંડી મળી ગઈ છે. જે માટે આગામી દિવસોમાં કામગીરી હાથ ધરવામાં આવશે. તો બીજી બાજુ ટ્રાફિકને ધ્યાને રાખી ફરી એક વાર નવા ફાટકને ખોલવામાં આવશે અને રીંગ રોડનું કામ જલદી પૂરું કરવામાં આવશે.

vapi
vapi

By

Published : Jan 8, 2021, 12:46 PM IST

  • વાપીમાં જુના બ્રિજના સ્થાને નવો બ્રિજ બનશે
  • બ્રિજ કામગીરી દરમિયાન નવું ફાટક ખોલવામાં આવશે
  • ટ્રાફિક સમસ્યાને ધ્યાને રાખી આયોજન હાથ ધરવામાં આવ્યું

વાપીઃ ઔદ્યોગિક નગરી ગણાતા વાપીમાં ઉધોગોને લીધે છેલ્લાં કેટલાંક વર્ષોથી વસ્તી વધતી જાય છે. ત્યારે આવા સમયે નગરજનોને ટ્રાફિકમાંથી મુક્તિ આપવા સરકારે જુના બ્રિજને તોડી તેને મોડીફાઇ કરવાનું અને મોટો બ્રિજ બનાવવાના આયોજનને લીલી ઝંડી આપી છે. જે સાથે જ ટ્રાફિકને ધ્યાને રાખી ફરી એકવાર નવા ફાટકને ખોલવામાં આવશે અને રીંગરોડનું કામ જલદી પૂરું કરવામાં આવશે.

વાપીમાં ટ્રાફીક સમસ્યાને નિવારવા ઓવરબ્રિજ અને અંડરબ્રિજની કામગીરી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. ત્યારે આ કામગીરી દરમિયાન નગરપાલિકા, રેલવે અને R&B સાથે સંલગ્ન થઈને ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે એસટી ડેપોની સામે નવું ફાટક ખોલવાની રેલવે સાથે સહમતી થઇ ગઈ છે તેવું પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલે જણાવ્યું હતું.

વાપીમાં ટ્રાફીક સમસ્યા હલ કરવા બનશે 2 નવા બ્રિજ
રીંગરોડનું કામ પૂર્ણતાને આરેઆગામી દિવસોમાં ફાટક ખોલીને નાના વાહનો જેવા કે બાઈક, રીક્ષા, કાર એ બધા ત્યાંથી પૂર્વથી પશ્ચિમ અને પશ્ચિમથી પૂર્વમાં જઈ શકે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તેવી જ રીતે રીંગ રોડ માટેની થોડી જમીનની સમસ્યા હતી તે સમસ્યા પણ હલ થવાની અણી પર છે. જેથી આગામી એકાદ બે મહિનામાં તે કાર્ય પૂરું કરીને દમણ બાજુ આવતા કે જતાં વાહન ચાલકો, રાહદારીઓ સીધા જ રેલવે અન્ડરબ્રિજ થઈને જી.આઈ.ડી.સી તરફ તેમજ હાઇવે પર જઈ શકશે અને ટ્રાફિક હળવો કરી શકાશે. અન્ડર ગ્રાઉન્ડ બ્રિજ અને ઓવરબ્રિજ બનશેઉલ્લેખનીય છે કે વાપીના જીવાદોરી સમાન જુના બ્રિજને તોડીને તેના સ્થાને નવા બ્રિજના નિર્માણની કામગીરીમાં અંદાજે દોઢેક વર્ષ લાગવાનું છે. ત્યારે નગરજનોને કોઈ હાલાકી ન પડે તે માટે પાલિકાએ પૂરતું આયોજન કર્યું છે. નવો બ્રિજ જ્યાં નિર્માણ થવાનો છે. તેની નીચે અંડરગ્રાઉન્ડ બ્રીજ પણ બનાવવામાં આવશે. જેની આઠ ફૂટની ઊંચાઇ અને 20 ફૂટની પહોળાઈ રહેશે. જેમાં આગામી દિવસોમાં નાના વાહનો જેવા કે કાર, રીક્ષા, બાઇક પૂર્વથી પશ્ચિમ તરફ આવાગમન કરી શકશે.

ABOUT THE AUTHOR

...view details