વલસાડ: તિથલ દરિયા કિનારે રેન્જ આઈ.જીના હસ્તે પોલીસ ચોકીનું ઉદ્ઘાટન - વલસાડના તિથલ દરિયા કિનારે પોલીસ ચોકીનું ઉદ્ઘાટન
વલસાડ: શહેરને અડીને આવેલા અરબી સમુદ્ર કિનારે બનેલા તિથલ દરિયા કાંઠે અનેક સહેલાણીઓ શનિ-રવિ તેમજ વેકેશનની રજાઓમાં પોતાના પરિવાર સાથે સહેલગાહે આવતા હોય છે, પરંતુ આવનારા પર્યટકોને કોઈ સુરક્ષા ન પડે કે, તેમની સાથે કોઇ ઘટના ન બને તેવા હેતુથી સુરક્ષાની દ્રષ્ટિએ સ્થાનિક લોકોના સાથ-સહકારથી પોલીસ વિભાગ દ્વારા આજે રેન્જ આઇજીના હસ્તે તિથલ દરિયા કિનારે જંગલખાતા દ્વારા મૂકવામાં આવેલા ડોમમાં પોલીસ ચોકીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
![વલસાડ: તિથલ દરિયા કિનારે રેન્જ આઈ.જીના હસ્તે પોલીસ ચોકીનું ઉદ્ઘાટન વલસાડના તિથલ દરિયા કિનારે પોલીસ ચોકીનું ઉદ્ઘાટન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5373961-thumbnail-3x2-vld.jpg)
દક્ષિણ ગુજરાતના રેન્જ આઇજી ડો.એસ પી રાજકુમારના વરદ હસ્તે શનિવારના રોજ તિથલના દરિયા કિનારે જંગલખાતા દ્વારા મૂકવામાં આવેલા ફાઇબરના ડોમમાં તિથલ પોલીસ ચોકીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, રેન્જ આઇજી દ્વારા રીબીન કાપી તકતીનું અનાવરણ કરી પોલીસ ચોકીનો ઉદ્ઘાટન કરવામાં આવ્યો હતો, તેમણે જણાવ્યું એક અઠવાડિયામાં પચાસ હજાર કરતા પણ વધુ લોકો તિથલના દરિયા કિનારાની મુલાકાત લે છે. આવા સમયે તેમની સુરક્ષા માટે પોલીસનું કર્તવ્ય છે, અહીં ગુનાખોરીનું પ્રમાણ ન વધે અને લોકો સુરક્ષિત રીતે તેમના પરિવાર સાથે હરી ફરી શકે તેવા હેતુથી અહીં વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ ચોકી શરૂ કરવામાં આવી છે. જેથી કરીને ફરી આવનારા લોકોને સુરક્ષા જળવાઈ રહે.