જિલ્લાના તિથલ દરિયાકિનારે પવનની તીવ્રતામાં વધારો જોવા મળ્યો હતો. સાથે સાથે દરિયાના મોજામાં કરંટ પણ જોવા મળ્યો હતો. દરિયાકિનારામાં ભરતીના મોજા 10થી 12 ફૂટ સુધી ઉડીને બીચ પર જોવા મળ્યા હતા. પવન અને ઉંચા ઉછળતા મોજા જોવા માટે સહેલાણીઓનો ધસારો ધીરે-ધીરે તિથલ બીચ પર વધી રહ્યો છે.
તિથલના દરિયામાં કરંટ, દરિયાનું પાણી બીચ સુધી પહોંચ્યું - gujaratinews
વલસાડ: વાયુ વાવાઝોડું ગુજરાતના પોરબંદર અને વેરાવળ તરફ ફંટાયું હતું, જે હવે ઓમાન તરફ ફંટાઈ જવાને પગલે ગુજરાત પર આવેલી મોટી જાનહાનિ ટળી છે. જોકે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વાયુ વાવાઝોડાની અસર 24 કલાક સુધી દરિયામાં જોવા મળશે.
તિથલ બીચ પર દરિયાના મોજામાં કરંટ જોવા મળ્યો
વહીવટી તંત્ર દ્વારા આ સહેલાણીઓ બીચ પર આગળ ન વધે તે માટે દોરી બાંધીને સ્થળ પર પોલીસ અને NDRFની ટીમના દરેક જવાનો લાઈફ જેકેટ સાથે તૈનાત કરી દેવામાં આવ્યા છે. સાથે સાથે કોઈ નુકસાન ન બને તે માટે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં રૂપે અહીં ખડે પગે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.