દમણગંગા નદીમાં ત્રણ વિદ્યાર્થીઓ ડૂબ્યાં, 2નો આબાદ બચાવ એક ગુમ - દમણગંગા નદી
વાપી : શહેરની વિનર્સ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ શાળાએ મોડા પહોંચ્યા હતાં. જેથી સજાના ભાગ રૂપે વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળવાથી વિદ્યાર્થીઓ મજા માણવા દમણગંગા નદીમાં ન્હાવા માટે પહોંચી ગયાં હતાં. જેમાં ત્રણેય વિદ્યાર્થીઓ ડૂબવા લાગતાં સ્થાનિકો દ્વારા બે વિદ્યાર્થીને બચાવવામાં આવ્યા હતા. જ્યારે એક વિદ્યાર્થીની હજી સુધી કોઈ ભાળ નથી.
દમણગંગા નદીમાં ત્રણ વિદ્યાર્થીઓ ડૂબ્યાં 2નો આબાદ બચાવ એક ગુમ
નદીમાંથી બે વિદ્યાર્થીઓને સ્થાનિકો દ્વારા બચાવવામાં આવ્યા હતા. પરંતુ ત્રીજા વિદ્યાર્થીની કોઈ ભાળ ન મળતા સ્થાનિકો સહિત ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામા આવી છે. સ્કૂલમાંથી નીકળેલા વિદ્યાર્થીઓ ઘરે જવાની જગ્યાએ દમણ ગંગા નદીમાં ન્હાવા પડ્યાં હતાં. કાંઠેથી વિદ્યાર્થીઓના શૂઝ અને ડ્રેસ મળી આવ્યાં હતાં. હાલ એક વિદ્યાર્થીની શોધખોળ ચાલી રહી છે. સમગ્ર ઘટના અંગે વાલીઓને જાણ થતાં ત્રણેય વિદ્યાર્થીઓના માતા-પિતા દમણગંગા નદીના કિનારે પહોંચી ગયા હતાં.