- વલસાડમાં ધરમપુરના નાની વાહિયાળ ગામમાં ત્રણ શિકારી (Hunter) ઝડપાયા
- ત્રણેય શિકારી (Hunter) મોરનો શિકાર કરવા આવ્યા હતા, જંગલ ખાતાના કર્મચારીઓએ કરી ધરપકડ
- જંગલ ખાતાએ ત્રણેય શિકારીઓ (Hunter) સામે કાર્યવાહી કરી
- શિકારીઓ (Hunter) રાત્રે ઠાસણીવાળી બંદૂક વડે મોર જેવા રાષ્ટ્રીય પક્ષીનો શિકાર કરતા હતા
વલસાડઃ ધરમપુરના નાની વાહિયાળ ગામમાં મોર (Peacock)નો શિકાર કરવા ત્રણ શિકારીઓ (Hunter) આવ્યા હતા. ત્યારે જંગલ વિભાગના કર્મચારીઓ શિકારીઓને પકડવા ગયા ત્યારે શિકારીઓએ તેમની સામે બંદૂક તાકી દીધી હતી. જોકે, સ્વબચાવમાં જંગલ વિભાગના કર્મચારીઓએ હવામાં ફાયરિંગ કરી ત્રણેય શિકારી (Hunter)ઓને ઝડપી પાડ્યા હતા. આ શિકારીઓ પાસેથી મૃત હાલતમાં ઢેલ મળી આવી હતી. જ્યારે ઠાસણીવાળી બંદૂક પણ કબજે કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પક્ષી મોર શિડ્યુલ વનમાં આવતું હોવાથી જંગલ ખાતાએ શિકારીઓ સામે કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચોઃદમણમાં શિકારી પ્રાણીએ 2 પશુઓનું મારણ કરતા ભયનો માહોલ
શિકારીઓ રાત્રિ દરમિયાન મોરનો શિકાર કરતા હતા
જંગલ વિભાગના કર્મચારીને મળેલી પૂર્વ બાતનીના આધારે નાની વાહિયાળ ખાતે આવેલા બરફટા ફળિયામાં રાત્રિ દરમિયાન મોરના શિકાર બંદૂક વડે કરતા હોવાનું જણાય આવતા તે દિશામાં તપાસ શરૂ કરી હતી. આ સાથે જ રાત્રિના અંધકારમાં ટોર્ચની મદદ વડે જેટલા શિકારી ને શોધવા કવાયત હાથ ધરી હતી.
આ પણ વાંચોઃHunting at Gir Somnath: તાલાલાના આંબળાશ ગીર ગામમાં સસલાનો શિકાર કરતા 2 શિકારી ઝડપાયા
જંગલ ખાતાની ટીમે સ્વબચાવમાં હવામાં ફાયરિંગ કર્યું હતું