વલસાડ: વલસાડ રેલવે સ્ટેશનથી મુઝફ્ફરપુર જતી એકપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરીને બિહાર તરફ જનારા ત્રણ મુસાફરોને શરદી, ખાંસી, ઉધરસ અને શ્વાસની તકલીફ જણાઈ આવતા તેમને સ્ક્રિનીંગ માટે આરોગ્યની ટીમે 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે, સ્ટેશન પરથી અચાનક ત્રણ મુસાફરોને સિવિલમાં ખસેડવામાં આવતા અન્ય મુસાફરોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. મોટા ભાગે મુસાફરો માસ્ક લાગવીને ઉભેલા જોવા મળ્યા હતા.
વલસાડ સ્ટેશન પરથી બિહાર તરફ જતાં ત્રણ મુસાફરોને કોરોનાના લક્ષણ દેખાતાં સિવિલમાં ખસેડાયા - Valsad Railway Station
વલસાડ રેલવે સ્ટેશન પર આવતા જતા તમામ મુસાફરોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં બહારના રાજ્યથી આવતા મુસાફરોનું સ્ક્રિનીંગ કરવામાં આવી રહ્યું છે. જે દરમિયાન બિહાર જનારા ત્રણ મુસાફરોમાં શરદી, તાવ, ખાંસી અને શ્વાસની તકલીફ જેવા લક્ષણો જણાતા ત્રણેય મુસાફરોને વલસાડ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.
વલસાડ રેલવે સ્ટેશન પરથી બિહાર તરફ જતા ત્રણ મુસફરોને કોરોનાના લક્ષણો દેખાતા સિવિલમાં ખસેડાયા
ઉલ્લેખનિય છે કે, વલસાડ જિલ્લામાં કુલ 4 જેટલા કરોનાના શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા પરંતુ તેમના ટેસ્ટ બાદ એક પણ કેસ પોઝિટિવ ન આવતા હાલ તો આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.
Last Updated : Mar 22, 2020, 7:52 AM IST