ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં મંગળવારથી 10 દિવસ સુધી લૉકડાઉન રહેશે - તમામ તાલુકાના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા

વલસાડ જિલ્લામાં કોરોનાના કેસ અને દર્દીઓની સંખ્યા વધતા સિવિલ હોસ્પિટલ ભરાઈ રહી છે. હવે જિલ્લામાં વેપારીઓ, બિલ્ડરોએ ચૂંટેલા પ્રતિનિધીઓ અને વહિવટી તંત્રએ એક ઈમરજન્સી બેઠક યોજી હતી, જેમાં મંગળવાર 20 એપ્રિલથી 10 દિવસ માટે સંપૂર્ણ લૉકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. લૉકડાઉનમાં તમામ લોકોએ સહયોગ આપવાની વાત કરી હતી.

વલસાડમાં મંગળવારથી 10 દિવસ સુધી લૉકડાઉન રહેશે
વલસાડમાં મંગળવારથી 10 દિવસ સુધી લૉકડાઉન રહેશે

By

Published : Apr 19, 2021, 12:04 PM IST

Updated : Apr 19, 2021, 2:54 PM IST

  • કોરોનાના કેસ અને દર્દી વધતા સિવિલ હોસ્પિટલ ભરાઈ
  • વહિવટી તંત્રએ અને વેપારીઓએ ઈમરજન્સી બેઠક યોજી
  • લૉકડાઉનમાં તમામ લોકોએ સહયોગ આપવાની કરી વાત
  • 10 દિવસ જિલ્લામાં 6 તાલુકાના તમામ બજારો રહેશે બંધ
  • જીવન જરૂરિયાતની ચીજો માટે છૂટછાટ આપવામાં આવશે
  • ધારાસભ્યો અને મેડિકલ એસોસિએશન સાથે જિલ્લા કલેકટરે કર્યો નિર્ણય

વલસાડઃ જિલ્લામાં કોરોનાના કેસ વધતા લૉકડાઉનની જરૂરી વર્તાઈ રહી છે. આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખી જિલ્લાના વસવાટ કરતા લોકોના હિતમાં વહિવટી તંત્રના જિલ્લા કલેકટરે રવિવારે એક આપાતકાલીન બેઠક તાલુકાના તમામ ધારાસભ્યો તેમજ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે મળી આયોજિત કરવામાં આવી હતી. આ બેઠક પણ કોરોના સંક્રમણની ચેન તોડવા માટે મંગળવારથી 10 દિવસ સુધી વલસાડ જિલ્લામાં લૉકડાઉન કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વહિવટી તંત્રએ અને વેપારીઓએ ઈમરજન્સી બેઠક યોજી
આ પણ વાંચોઃસાપુતારામાં સ્થાનિક વેપારીઓ 30 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લૉકડાઉન રાખશે

મંગળવારથી જિલ્લામાં 10 દિવસ માટે લૉકડાઉનનો અમલ શરૂ થશે

કોરોનાના કહેરને જોતા જિલ્લાના લોકોના હિતમાં જિલ્લા કલેકટર દ્વારા મળેલી એક વિશેષ બેઠકમાં ધારાસભ્યો અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના તમામ સભ્યો દ્વારા ચર્ચાઓના અંતે જિલ્લામાં લૉકડાઉન કરવાનો સર્વ સંમતિથી નક્કી કરવામાં આવ્યું છે.

વલસાડમાં મંગળવારથી 10 દિવસ સુધી લૉકડાઉન રહેશે

આ પણ વાંચોઃવિસાવાડા ગામમાં સ્વૈચ્છીક લૉકડાઉન કરાયું

જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓને લૉકડાઉનમાંથી મુક્તિ અપાય છે

જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓને 10 દિવસના આ લૉકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી છે. અહીં દૂધ, દવાની દુકાનો, ફાયર સેફટી સહિતના કેટલાક જીવન જરૂરિયાતના ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓની દુકાનો ખૂલી રહેશે.

દરેક તાલુકાદીઠ 100 બેડની સુવિધા ઓક્સિજન સાથે ઉભી કરવાની બેઠકમાં ચર્ચા થઈ

આ બેઠકમાં તમામ તાલુકાના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના 6 તાલુકાઓમાં 100 બેડની સુવિધાઓ સાથેના કોવિડ સેન્ટર શરૂ કરવાની ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સાથે જ ઓક્સિજન સાથેના બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. જેથી કરીને જેતે તાલુકાના કોવિડ 19 પોઝિટિવ દર્દીઓને તેમના તાલુકા વિસ્તારમાં જ તાત્કાલિક સારવાર મળી શકે.

Last Updated : Apr 19, 2021, 2:54 PM IST

ABOUT THE AUTHOR

...view details