ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડના પારડીના ધગડમાળ ગામે સરપંચની કારને નડ્યો અકસ્માત

પારડી તાલુકાના ધગડમાળમાં અરનાળા ગામના સરપંચ અને તેમના મિત્ર પોતાની કાર લઇને પરત ફરી રહ્યાં હતા. ત્યારે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની નજીકમાં આવેલા એક ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં સરપંચ અને તેમના મિત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સરપંચના મિત્રોનું ગંભીર ઈજાને કારણે ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે સરપંચને પગના ભાગે ઇજાઓ થતા તેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે પારડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

pardi
પારડી

By

Published : Feb 12, 2020, 10:25 PM IST

વલસાડ: પારડી તાલુકાના અરનાળા ગામના સરપંચ સુરેશભાઈ પટેલ તેમના મિત્ર સાથે પારડી વાઘછીપા રોડ થઈ અરનાળા તરફ પરત ફરી રહ્યાં હતા. ત્યારે ધગડમાળ નજીક પોતાની swift કાર નંબર જી.જે 15 સી.એ 6069 પરનો કાબુ ગુમાવતા કાર રોડ ઉપરથી નીચે ઉતરી ગઈ હતી. તેમજ રોડની નજીકમાં આવેલા એક આમલીના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં કારનો ખુરદો બોલી ગયો હતો.

પારડી તાલુકાના ધગડમાળ ગામે સરપંચની કારને નડ્યો અકસ્માત
કાર ચલાવનાર સરપંચ સુરેશભાઈને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે તેમની બાજુની સીટ પર સવાર તેમના મિત્રને ધીરુભાઈ માથા અને પેટના ભાગે ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અચાનક બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. જેમાં ઈજાગ્રસ્ત બંનેને બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરી હતી. જ્યારે ઘટના અંગે 108 એમ્બ્યુલન્સને જાણકારી મળતા સરપંચ સુરેશ પટેલને સારવાર માટે પારડીના કુરેશી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, નાનાપોંડા વાઘછીપા માર્ગ ઉપર અગાઉ પણ અનેક અકસ્માતો સર્જાયા છે. જેમાં અનેક નિર્દોષ લોકોના જીવ ગયા છે. પરંતુ તેમ છતાં આ માર્ગ ઉપર અનેક જગ્યાએ પીડબલ્યુડી વિભાગ દ્વારા કોઈપણ પ્રકારના સાઈન બોર્ડ મૂકવામાં આવ્યા નથી. જેના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકોને સાઈનબોર્ડ વિના વાહનો હકારવામાં મુશ્કેલી સર્જાતી હોય છે.

ABOUT THE AUTHOR

...view details