જિલ્લાના ભિલાડ પોલીસ સ્ટેશનના પોલીસ સબઇન્સ્પેક્ટર ડી. આર. ભાદરકાને બાતમી મળી હતી કે, ભિલાડ વિસ્તારમાં આવેલી ક્રિષ્ના નામની કંપનીમાંથી કેટલાક ઈસમો ભંગારની ચોરી કરી રહ્યાં છે. જે બાતમી આધારે પોલીસે કંપની સામે વોચ ગોઠવી કંપનીમાંથી બહાર નીકળેલા ભાવનગર પાર્સિંગના ટેમ્પો નમ્બર GJ-04-AW-1462ને રોકી તેમાં તપાસ કરતા ભંગારનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ભંગારના ટેમ્પો ડ્રાઇવર સાથે કુલ 10 લોકોની ધરપકડ કરી પૂછપરછ કરતા આ તમામ ભંગાર કંપનીના મેનેજર તુકમાનસિંગ લીધી દ્વારા આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
ભિલાડની ક્રિષ્ના કંપનીમાં મેનેજર જ કરતો હતો ચોરી, પોલીસે કરી 11 લોકોની ધરપકડ - ભિલાડની કંપનીમાં મેનેજર જ કરતો હતો ચોરી
વલસાડ: જિલ્લામાં નામની કંપનીમાંથી માલ સામાનની ચોરી કરાવી સગેવગે કરતા મેનેજર સહિત માલ લેનાર અને લઈ જનાર 11 ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધી ભિલાડ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ કંપનીમાંના મેનેજર તુકમાનસિંગ લોધી છેલ્લા કેટલાક સમયથી આ કંપનીની વિવિધ મશીનરીના પાર્ટ વેંચતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
જે બાદ પોલીસે કંપનીના મેનેજર તુકમાનસિંગ લોધી સહિત ભાવનગરના ટેમ્પો ડ્રાઇવર અને અન્ય ઈસમો મળી કુલ 11 લોકો વિરુદ્ધ ipc કલમ 41(1)ડી મુજબ અટક કરી લોખંડની મશીનરી, સ્પેરપાર્ટ્સ, કેબલ વાયરો, કોપરની કોયલ મળી કુલ 1.99 લાખનો 7960 કિલો ભંગાર અને 8 લાખનો ટેમ્પો મળી કુલ 10,05,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
તપાસમાં મેનેજર છેલ્લા કેટલાક સમયથી આ રીતે કંપનીના માલસામાનને વેચતો હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે આવી ચોરી પર અંકુશ આવે અને ચોર ટોળકીઓને બોધ મળે તે માટે તમામ વિરૂદ્ધ IPC કલમ 381, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.