- પ્રતિષ્ઠાની પાટા ચૂંટણીનો જંગ
- આજે ઉમેદવારના ભાવી EVMમાં થશે કેદ
- તરમાલિયા ગામના યુવાનોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર
વલસાડઃ કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે પારડી તાલુકાના તરમલિયા ગામના 40થી વધુ યુવાનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. જેની પાછળનું મુખ્ય કારણ, ગામમાં નેટવર્કનો અભાવ છે.
વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા 3-4 કિ.મી દૂર જવું પડે
નેટવર્કના અભાવના કારણે આ ગામના વિદ્યાર્થીઓએ પરીક્ષાના સમયમાં ગામથી 3-4 કિ.મી દૂર અભ્યાસ અર્થે જવું પડતું હતું. જેથી ગામના યુવાનોને પડતી આ મુશ્કેલી દૂર કરવા માટે યુવાનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.
તરમાલિયા ગામના યુવાનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો ભાજપા નેતાઓ સમજાવવા દોડી આવ્યા
ઉલ્લેખનીય છે કે, ગામના યુનાનોની આ વાત અંગે જાણ થતાં જિલ્લાના સાંસદ ડૉક્ટર કે.સી.પટેલ અને ભારતીય જનતા પાર્ટીના વલસાડ જિલ્લાના પ્રમુખ તેમજ પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ ચૂંટણીની પૂર્વ સંધ્યાએ ગ્રામલોકોને સમજાવવા દોડી આવ્યા હતા, પરંતુ આમ છતાં યુવાનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.