વલસાડ : અતુલ પાર નદી વિસ્તારમાં યુવક યુવતીએ નદીમાં ઝંપલાવ્યું હોવાની જાણકારી મળતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઇ હતી. જ્યાં પોલીસને નદી કિનારે એક બાઈક તેમજ યુવક યુવતીનું એક બેગ અને બે મોબાઈલ અને બન્નેનાં આઈ કાર્ડ મળી આવ્યા હતા.
એક જ કંપનીમાં કામ કરતા બે સહકર્મચારીએ કર્યો આપઘાત - valsad news
વલસાડ અતુલ નજીકમાં આવેલી પાર નદી પાસે વાપી વિસ્તારની ગેલવા ડેકો પાર્ટ નામની કંપનીમાં કામ કરતા બે સહકર્મચારીએ નદીમાં ઝંપલાવ્યું હતું. જે બાબતની જાણકારી મળતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર આ બંને યુગલ વાપીની ગેલવા ડેકો પાર્ટ નામની કંપનીમાં સહકર્મી હોવાનું બહાર આવ્યું છે. જેમાં મૃતક યુવતી વાપીના છીરી રણછોડ નગરમાં આવેલી શ્રી છેડા રેસીડેન્સીમાં રહે છે. જ્યારે યુવકનું નામ ચંદ્રકાન્ત કુમાર રામ હોવાનું સામે આવ્યું છે. જેમાં નદીમાંથી બંનેનો મૃતદેહ બહાર કાઢી તેને વલસાડ સિવિલમાં પી એમ માટે લઇ જવામાં આવ્યો હતો.
જોકે, બંને મૃતકોના વાલીને પોલીસ દ્વારા સંપર્ક કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, આ બંને પ્રેમી પંખીડાઓએ એક સાથે કેમ મોતને વહાલું કર્યું એ કારણ હજુ અકબંધ છે.