કપરાડા: ચોમાસા દરમ્યાન કપરાડામાં 100 ઇંચ કરતા વધુ વરસાદ પડે છે. જેના કારણે અનેક નદીઓ ઉપર બનેલા ચેકડેમ કમ કોઝવે (Valsad bridge problem ) ડુબાણમાં ચાલી જાય છે અને વિવિધ ગામોના સંપર્ક કપાય છે. તો મોટાપોઢાં ગામે ઓમકચ્છ ફળિયા થઇ સેલવાસને જોડતો માર્ગ ઉપરથી વહેતી રાતા ખાડી ઉપર બનેલો જુનો બ્રીજ વર્ષોથી ડૂબી જાય છે. આજ કારણે નવો બ્રીજ મંજુર કરવામાં આવ્યો હતો, પરંતુ આજે 2 વર્ષ કરતા વધુ સમય વીતવા આવ્યો પણ માત્ર 2 પીલરો (three times of the Khatmuhurt) ઉભા કર્યા બાદ બ્રીજનું કામ આગળ ચાલ્યું નથી. જેના કારણે આજે પણ ચોમાસા દરમ્યાન અહીના લોકોને મુશ્કેલી વેઠવી પડે છે.
મોટાપોઢાં ઓમકચ્છ થઇને સેલવાસ તરફ જવા માટે મુખ્ય માર્ગ હોય મોટા ભાગે સ્થાનિક વાહન ચાલકો આજ માર્ગનો ઉપયોગ કરે છે. મોટાપોઢાં, બાલચોઢી, સુખાલા, ધરમપુર તરફના મોટાભાગના ગામોના લોકો સેલવાસ જવા માટે આજ માર્ગનો ઉપયોગ કરે છે. જયારે ચોમાસા દરમ્યાન સમાન્ય વરસાદ થાય ત્યારે પણ રાતા ખાદીના બ્રીજ ઉપરથી વરસાદી પાણી ફરી વળે છે. ઓમકચ્છ ફળિયા થઇ તંબાડી જતા માર્ગમાંથી વહેતી રાતા ખાડી ઉપર ચેકડેમ કમ કોઝવે વર્ષો પહેલા બનાવવામાં આવ્યો હતો, જે આજે પણ હયાત છે. સમાન્ય વરસાદમાં પાણી આવી જતા નીચાણવાળા બ્રીજ ઉપરથી નદીનું પાણી ફરી વળે (work of the bridge was not completed ) છે અને કલાકો સુધી તે ડૂબેલો રહે છે.
જીવના જોખમે પસાર કરે છે વિધાર્થીઓ:રાતાખાડી ઉપર બનેલ કોઝવે ઉપર વરસાદી પાણી ફરી વળતા સ્થાનિક લોકોની હાલત દયનીય છે. ઉપલા ફળિયામાં રેહતા લોકોના બાળકો સ્કૂલોમાં જવા માટે આજે પણ નદીના બ્રીજ ઉપરથી વહેતા પાણીમાં ઉતરીને જોખમી રીતે આવે છે. વાહન ચાલકો પણ પોતાના વાહનો વહેતા પાણીમાં ઉતારીને જીવના રસ્તો પસાર કરે છે. સમગ્ર બાબત અંગે સ્થાનિક આગ્રાણીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવતા અંદાજીત 2 કરોડના ખર્ચે નદી ઉપર બ્રીજ બનાવવા માટે મંજુરી મળી હતી.