ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં પત્નીએ તેના પતિની સ્મૃતિમાં હોસ્પિટલમાં 75 લાખનું દાન કર્યું - Public Service Hospital

વાપી સિનિયર સિટીઝન એસોસિએશનના પ્રમુખનું થોડા મહિના અગાઉ કોરોનાથી મોત થયુ હતું. જેમની ધર્મપત્નીએ પતિની સ્મૃતિમાં વાપી જનસેવા હોસ્પિટલને 75 લાખનું દાન આપ્યું હતું. ટ્રસ્ટીઓએ હોસ્પિટલના મકાનની બી વિંગને રમેશચંદ્ર મણીભાઈ વશીનું નામકરણ કરી હોસ્પિટલની સુવિધામાં વધારો કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Senior Citizen
Senior Citizen

By

Published : Nov 26, 2020, 5:12 PM IST

  • રમેશચંદ્ર વશી શિક્ષક અને CCAના પ્રમુખ હતા
  • કોરોના કાળમાં મૃત્યુ પામ્યા હતાં
  • પત્નીએ પતિની સ્મૃતિમાં હોસ્પિટલમાં 75 લાખનું દાન આપ્યું


વાપી: વાપી સિનિયર સિટીઝન એસોસિએશનના પ્રમુખનું થોડા મહિના અગાઉ કોરોનાથી મોત થયુ હતું. જેમની ધર્મપત્નીએ પતિની સ્મૃતિમાં વાપી જનસેવા હોસ્પિટલને 75 લાખનું દાન આપ્યું હતું. ટ્રસ્ટીઓએ હોસ્પિટલના મકાનની બી વિંગને રમેશચંદ્ર મણીભાઈ વશીનું નામકરણ કરી હોસ્પિટલની સુવિધામાં વધારો કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વાપીમાં પત્નીએ પતિની સ્મૃતિમાં હોસ્પિટલમાં 75 લાખનું દાન કર્યું
વાપીની હાઈસ્કૂલમાં 35 વર્ષ સેવા આપીસોમવારે જનસેવા હોસ્પિટલના મકાનની બી વિંગને રમેશચંદ્ર મણીભાઈ વશીનું નામ આપવામાં આવ્યુ હતું. પુષ્પાબેન રમેશચંદ્ર વશીના વરદ હસ્તે એમના સદગત પતિ સ્વર્ગસ્થ રમેશચંદ્રના નામના વિભાગનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રમેશચંદ્ર વશીના પુત્રો, પુત્રવધૂઓ, દીકરી, જમાઈ અને અન્ય પરિજનો પણ ઉપસ્થિત રહ્યા હતાં. સ્વ.રમેશચંદ્રએ વાપી હાઈસ્કૂલમાં લગભગ 35 વર્ષ સેવા આપી હતી.વશી સાહેબના હુલામણા નામે ઓળખાતા હતાં

રમેશચંદ્ર વશી હાઈસ્કૂલમાં વશી સાહેબના હુલામણા નામથી ઓળખાતા હતા. જે ઓળખ એમણે વાપી અને આજુબાજુના ગામોમાં જીવન પર્યંત જાળવી રાખી હતી. શાળામાંથી નિવૃત્તિ બાદ એમણે વાપી નગરપાલિકામાં નગરસેવક તરીકે (1 મુદત માટે) અને ત્યાર બાદ સિનિયર સીટીઝન કાઉન્સિલના પ્રમુખ તરીકે જીવનના છેલ્લા શ્વાસ સુધી સેવા આપી હતી.

ABOUT THE AUTHOR

...view details