ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીના ઉદ્યોગપતિએ પોતાના જન્મદિવસે કામદારોને 1 મહિનાનું રાશન આપ્યું - news in vapi

વાપીમાં સમાજ સેવાનું કામ કરતા સમાજસેવક નાનજીભાઈ ગુર્જરે તેમના જન્મ દિવસ નિમિત્તે 50 જેટલા કામદારોને 1 મહિનાનુ રાશન આપી 1 મહિનાનું રૂમ ભાડું માફ કરી જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી.

Vapi businessman
વાપીના સમાજસેવી ઉદ્યોગપતિ

By

Published : May 28, 2020, 5:23 PM IST

વાપી : જય આશાપુરા હાઇડ્રોલિકસ નામે લિફ્ટની ફેક્ટરી ધરાવતા અને આશાપુરા માનવ કલ્યાણ ટ્રસ્ટ નામે ટ્રસ્ટ ચલાવતા મૂળ રાજસ્થાનના નાનજીભાઈ ગુર્જરનો 28મી મે એ જન્મદિવસ હતો. ત્યારે હાલમાં કોરોના મહામારીમાં લોકડાઉન લાગુ હોવાથી તેમના 50 કામદારોને એક મહિનાનું રાશન આપી તેમનું રૂમ ભાડાનું બિલ માફ કરી તેમણે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.

વાપીના ઉદ્યોગપતિએ પોતાના જન્મ દિવસે કામદારોને 1 મહિનાનું રાશન આપ્યું
આ પ્રસંગે નાનજીભાઈ ગુર્જરે જણાવ્યું હતું કે, તેઓ જે કંઈ પણ કમાય છે. તે કામદારોના કારણે જ શક્ય બન્યું છે. તેમના કારણે જ તે સમાજ સેવામાં લોકોને મદદરૂપ થઇ રહ્યાં છે. નાનજીભાઈ ગુર્જર રાજસ્થાનના રાજસમદ જિલ્લાના વતની છે. અને હાલના લોકડાઉનમાં જરૂરિયાતમંદ લોકોને અંદાજિત 5 લાખની રાશન સામગ્રી આપી મદદરૂપ થયા છે. એ ઉપરાંત 2 ગ્રામપંચાયત દત્તક લીધી છે. તેમની ઈચ્છા છે કે, તે પન્નાધાઈ નિર્મળ ભારત બનાવે તે માટે 2 વર્ષથી સતત વૃક્ષારોપણ કરી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details