- પારડી પોલીસ મથકને કોર્પોરેટ લુક આપીને અન્ય પોલીસ મથકો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે
- સો ટકા સ્વચ્છતા જાળવવી તેમજ પાન માવા ખાઈને પોલીસ મથકમાં પ્રવેશવું નહીં
- પરિસરમાં કુદરતી વાતાવરણ ઉભું કરવા આસપાસમાં કેટલાક ફૂલ-છોડ અને ગાર્ડનિંગ કરાયેલું
- વલસાડ જિલ્લાના 11 પોલીસ મથકો પૈકી એકમાત્ર કોર્પોરેટ લુક ધરાવતું પારડી પોલીસ મથક
વલસાડ: જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે છ તાલુકાઓ પૈકી 11 જેટલા વિવિધ પોલીસ મથકો આવેલા છે. જે પૈકી પારડી પોલીસ મથકમાં હાલમાં જ નવા આવેલા પીએસઆઇ બી.એમ.ગોહિલે સ્વચ્છતા સુંદરતા અને પર્યાવરણ અંગે જાગૃતતા મળે તેમ જ કુદરતી વાતાવરણ પોલીસ મથકમાં મળી રહે તેવા હેતુથી વિશેષ વ્યવસ્થા ઊભી કરી છે. પોલીસ મથકમાં તેમના આવ્યા બાદ અહીં આગળ અનેક મોટા ફેરફારો થયા છે. જેવા કે પોલીસ મથકની બહાર અનેક ગુનાઓમાં પકડાયેલા વાહનો પડયા રહેતા હતા, તે તમામને વિશેષ પરવાનગી લઈને ભીલાડ ખાતે ખસેડી દેવાયા છે. જે બાદ ખાલી પડેલા પોલીસ મથકના પરિસરમાં સાફ-સફાઈ કલર કામ કરવામાં આવ્યું છે તો બીજી તરફ પરિસરમાં 100% સ્વચ્છતા જાળવવા સૂચન કરાયું છે. વળી આગળ પાન મસાલા કે ગુટકા ખાઈને પોલીસ સ્ટેશનમાં પ્રવેશવા પર પ્રતિબંધ છે અને જો કોઈ તેમ કરે તો તેની સામે પગલા લેવાઈ રહ્યા છે. જેથી કરીને પોલીસ સ્ટેશનની તમામ દીવાલો સ્વચ્છ જોવા મળી રહી છે.
પોલીસ મથકમાં કુદરતી વાતાવરણ મળી રહે તેવા હેતુથી ગાર્ડન ઉભુ કરાયું
માત્ર સ્વચ્છતા એ જ સુંદરતા નહીં, પરંતુ અહીં આવનારા લોકોને પોલીસ મથક આ કરશે અને બે ઘડી લોકો ત્યાં બેસી શકે તેવા ઉમદા હેતુથી પોલીસ મથકના પરિસરમાં બંને તરફ નાનકડા ગાર્ડન ઉભા કરાયા છે અને જ્યાં આગળ વિવિધ ફુલછોડ રોકવામાં આવ્યા છે, તો સાથે સાથે હજી આગળ પક્ષીઓનો કલરવ વધે એવા હેતુથી પક્ષીઓના ચણ માટેના વિશેષ બનાવવામાં આવેલા કૃત્રિમ બર્ડ લટકાવવામાં આવ્યા છે.