ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ, અત્યાર સુધીમાં કુલ 172 ઇંચ વરસાદ નોંધાયો

વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સુધીમાં ઉમરગામ તાલુકામાં 14 ઇંચ, કપરાડા તાલુકામાં 3 ઇંચ, વાપી તાલુકામાં 4 ઇંચ વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.

rainfall of all the taluka
વલસાડ જિલ્લામાં તમામ તાલુકાનો મળી મૌસમનો કુલ વરસાદ 172 ઇંચ પડ્યો

By

Published : Aug 5, 2020, 11:04 PM IST

વલસાડઃ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ઉમરગામ તાલુકામાં 14 ઇંચ, કપરાડા તાલુકામાં 3 ઇંચ, વાપી તાલુકામાં 4 ઇંચ વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.

વલસાડ જિલ્લામાં તમામ તાલુકાનો મળી મોસમનો કુલ વરસાદ 172 ઇંચ પડ્યો

જિલ્લામાં મોસમનો કુલ વરસાદની વિગત જોઇએ તો ઉમરગામ તાલુકામાં 1134 મી.મી (44 ઇંચ), કપરાડા તાલુકામાં 787 મી.મી (30 ઈંચ), ધરમપુર તાલુકામાં 547 મી.મી (21 ઇંચ), પારડી તાલુકામાં 490 મી.મી (19 ઇંચ), વલસાડ તાલુકામાં 809 મી.મી (31 ઇંચ) અને વાપી તાલુકામાં 708 મી.મી (27 ઇંચ) વરસાદ નોંધાયો છે. જિલ્લામાં તમામ તાલુકાનો મળી મોસમનો કુલ 172 ઇંચ વરસાદ નોંધાયો છેે.

વલસાડ જિલ્લામાં તમામ તાલુકાનો મળી મોસમનો કુલ વરસાદ 172 ઇંચ પડ્યો

જ્યારે બુધવારના રોજ સવારે 6થી 4 વાગ્‍યા સુધીમાં ઉમરગામ તાલુકામાં 30 મી.મી, કપરાડા તાલુકામાં 22 મી.મી, ધરમપુર તાલુકામાં 10 મી.મી, પારડી તાલુકામાં 00 મી.મી, વલસાડ તાલુકામાં 9 મી.મી અને વાપી તાલુકામાં 6 મી.મી વરસાદ નોંધાયો છે.

વલસાડ જિલ્લામાં તમામ તાલુકાનો મળી મોસમનો કુલ વરસાદ 172 ઇંચ પડ્યો

મહત્વનું છે કે, વલસાડ જિલ્લામાં જ્યાં મોસમનો સૌથી વધુ 100થી 150 ઇંચ જેટલો વરસાદ નોંધાય છે. એવા ધરમપુર અને કપરાડા તાલુકામાં સિઝનના કુલ વરસાદ પર નજર કરીએ તો કપરાડામાં માત્ર 30 ઇંચ અને ધરમપુરમાં 21 ઇંચ સુધી વરસાદ પડ્યો છે, જે ખેડૂતો માટે ખૂબ ચિંતાજનક કહી શકાય.

ABOUT THE AUTHOR

...view details