દેશના શિક્ષિત બેરોજગાર યુવાનોને યોગ્ય તાલીમ આપી તેમનામાં રહેલી કુશળતાને બહાર લાવી રોજગારી પુરી પાડવા માટે દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY) શરૂ કરવામાં આવી છે. આ યોજના નેશનલ સ્કિલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દિલ્હી હેઠળ સમગ્ર દેશમાં વિવિધ એજન્સી સાથેના કરાર આધારિત ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત મૂળ ગુરગાંવમાં હેડઓફિસ ધરાવતી સુરતની AITMC ventures નામની એજન્સી દ્વારા વાપીમાં શરૂ કરવામાં આવેલ સ્કિલ ઇન્ડિયા સેન્ટરના 360 વિદ્યાર્થીઓએ વાપીના છીરી સ્થિત સેન્ટર ખાતે સર્ટિફિકેટ અને સેન્ટર બંધ થવાના મામલે હોબાળો મચાવ્યો હતો.
વાપીમાં પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો - બેરોજગાર યુવાનો
વાપીઃ વાપીમાં છીરી વિસ્તારમાં આવેલા પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત કુરિયર ડિલિવરી એક્ઝિક્યુટિવ, CRM ડોમેસ્ટિક વોઈસ, સેલ્સ એક્ઝિક્યુટિવ ટ્રેનિંગ મેળવનાર 360 વિદ્યાર્થીઓએ પરીક્ષાના 45 દિવસ બાદ પણ સર્ટિફિકેટ નહીં મળતા અને સેન્ટર બંધ થવાનું હોવાની વાતને લઈને હોબાળો મચાવ્યો હતો. સ્કિલ ઇન્ડિયા હેઠળ ચાલતા આ સેન્ટરમાં મોટાપાયે ગેરરીતી થતી હોવાના આક્ષેપ પણ વિદ્યાર્થીઓએ કર્યા હતાં.
pmkvy
દિલ્હીના NSDC દ્વારા વિવિધ એજન્સી નીમી પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં કેન્દ્ર સરકારની દેખરેખ હેઠળ આ પ્રકારના ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ યોજનામાં 17 વર્ષથી 35 વર્ષના શિક્ષિત બેરોજગાર યુવાનોને વિવિધ ટ્રેનિંગ આપી રોજગારી આપવાનો ઉદ્દેશ્ય પ્રધાનમંત્રીએ કર્યો છે. જે હાલ કેટલીક લેભાગુ એજન્સીઓની મેલી મુરાદમાં વિસરાઈ રહ્યો છે.