- માતા સાથે આડો સબંધ હોવાના વ્હેમે પુત્રએ એક શખ્સ પર ચપ્પુ વડે કર્યો હુમલો
- લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો
- પોલીસે આ મામલે તપાસ હાથ ધરી
વલસાડઃ પારડી તાલુકાના ધગડમાળ ગામે મંદિર ફળિયામાં રહેતા યોગેશભાઈ ભીમાભાઇ પટેલ ઉંમર ૩૪ વર્ષ તારીખ 28/12/ 2020ના રોજ પોતાના ઘરે સૂતા હતા ત્યારે લગભગ રાત્રે ૧૧ વાગ્યે તેમના ફળિયામાં જ રહેતા કૃપેશ એસ. પટેલ પોતાની મોટરસાયકલ પર આવી બૂમાબૂમ કરતા યોગેશભાઈ અને તેમની પત્ની બહાર આવ્યા હતાં. કૃપેશે યોગેશભાઈને તેમની માતા સાથે આડો સંબંધ હોવાનો વહેમ રાખી તેમની સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીમાં કૃપેશ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની પાસા રહેલા ચપ્પુ યોગેશભાઈના પેટમાં મારી દીધું હતું.