નવરાત્રી પર્વે આશાપુરા ખાતે મુંબઈથી કે પુનાથી 10 દિવસમાં 1 હજાર કિ.મીનું અંતર સાયકલ ઉપર કાપી અનેક ગૃપ કચ્છમાં આવેલા માં આશાપુરાના દર્શનાર્થે જતા હોય છે. જોકે માતાજીના દર્શનાર્થે જતા સાયકલ યાત્રીઓ માટે વલસાડમાં છેલ્લા 21 વર્ષથી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ વલસાડ પારનેરા તેમજ જય માતાજી ગ્રુપના સહયોગથી રાહત સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જ્યાં માતાજીના દર્શનાર્થે જતા સાયકલ યાત્રીઓ માટે રહેવા જમવા તેમજ સાયકલ રીપેરીંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દવાઓ તેમજ માલિશ માટે મશીન પણ મુકવામાં આવ્યા છે. દર વર્ષે અહીં 1500થી વધુ સાયકલ ચાલકો સેવાકીય કેમ્પનો લાભ લે છે.
વલસાડ ખાતે 21 વર્ષથી યાત્રાળુઓને અપાઈ રહી છે અનોખી સેવા - latest news updates of valsad
વલસાડ: મુંબઈથી કચ્છ 1 હજાર કિ.મીની સાયકલ યાત્રા કરી માતાના મઢ જતા સાયકલ સવાર ભક્તો માટે છેલ્લા 21 વર્ષથી વલસાડ ખાતે કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ અને જય માતાજી ગ્રુપ દ્વારા સેવા આપવામા આવે છે. આ વર્ષે પણ સેવા કેમ્પનું ભવ્ય આયોજન નેશનલ હાઇવે 48 પારનેરા ખાતે પુરોહિત ઢાબા નજીક કરવામાં આવ્યું છે. જેમાં આવનારા દરેક સાયકલ યાત્રી માટે રહેવા, જમવા તથા સુવાની તેમજ દવા સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેનો લાભ અહીંથી પસાર થતા સાયકલ યાત્રીઓ લઈ રહ્યા છે.
વલસાડ ખાતે 21 વર્ષથી યાત્રાળુઓને અપાય રહી છે સેવા
પુનાથી કચ્છ જવા નીકળેલા આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટ ગ્રુપના સભ્ય પરબતભાઇ એ જણાવ્યું કે તેઓ ગત તારીખ 19 સપ્ટેમ્બરના રોજ પુનાથી નીકળ્યા હતા. 10 દિવસમાં 1000 કિ.મી અંતર કાપી તેઓ માતાજીના દર્શને પહોંચશે. તેઓ લગભગ 15 વર્ષથી વલસાડ ખાતે સેવા કેમ્પનો લાભ લે છે. અહીં આપવામાં આવતી સેવાથી તેઓ ખૂબ શાંતિ અને સંતોષ અનુભવે છે.